Login
Gallary ધાર્મિક સ્થળોના ફોટા Nepal નેપાલ પુલહાશ્રમ - Muktinath - Nepal
Advanced Search
View Slideshow

Nepal નેપાલ

1. પુલહાશ્રમ -... 2. Jomsom... 3. Pokhara... 4. કાઠમંડુ -- ... 5. Janakpur... 6. Butwal - ... 7. Lumbini... 8. GALESHVAR, ...

Random Image

ગઢડા
 
 

ગઢડા

Date: 07/17/2010 Views: 514

પુલહાશ્રમ - Muktinath - Nepal

નીલકંઠવર્ણી (સ્વામિનારાયણ ભગવાન)એ અહીં વનવિચરણ દરમ્યાન તપ કર્યું હતું.

નેપાળ

મુક્તિનાથ - પુલહાશ્રમ (નેપાળ)

હિંદુ સંત ‘ને’ મુનીના નામ ઉપરથી નેપાલ નામ પડ્યું છે. (પાલ એટલે રક્ષિત). ‘ને’ મુનીથી રક્ષાયેલું નેપાળ.
નેપાળ ભારત અને ચીન થી ઘેરાયેલો દેશ છે. વિશ્વનું સૌથી ઉંચું શિખર માઉન્ટ એવરેસ્ટ (સાગરમાથા) નેપાળમાં આવેલું છે.

પ્રાચીન સમયમાં બ્રહ્માના પુત્ર પુલહ ઋષિએ આ સ્થળે તપ કરેલ તેથી આ પુલહાશ્રમ (મુક્તિનાથ ક્ષેત્ર)તરીકે ઓળખાય છે. મુક્તિનાથ મુસ્તાંગ જિલામાં જોમસોમથી ૧૮ કી.મી. દૂર ઉત્તર-પૂર્વ દિશામાં આવેલું છે. ઊંચાઇ ૩૭૬૦ મી. છે. એમ માનવામાં આવે છે કે આ મંદિરમાં ભગવાન મુક્તિનાથના દર્શન કરો એટલે તમારા દરેક દુ:ખ –શોકમાંથી તમે મુક્ત થઈ જશો. પુલહાશ્રમ ખૂબ પ્રાચીન તીર્થ છે. આ તીર્થ એકલા સ્વામિનારાયણ સંપ્રદાય પુરતું નથી. અનેક પુરાણો શાસ્ત્રો (ભાગવત પંચમ સ્કંધ,સ્કંધપુરાણ,પદ્મ પુરાણ ,વાલ્મિકી રામાયણ,મહાભારતના મોક્ષધર્મમાં તથા દક્ષિણમાં રામાનુજ સંપ્રદાય)માં આ તિર્થના મહિમાનું વર્ણન કરેલું છે. આ બધા શાસ્ત્રોના કહેવા પ્રમાણે –નારદમુનિ યુધિષ્ઠિર રાજાને કહે છે કે આ બ્રહ્માંડની રચના સમયે સૌ પ્રથમ વિષ્ણુ ભગવાને અહીં હિમાલયના નિલગીરી પર્વત (ઉંચાઈ ૭૦૬૧મી.) ની તળેટીમાં તપ કરવાની શરુઆત કરી. ભગવાનની પત્નીઓ શ્રીદેવી અને ભૂદેવી સેવામાં રહ્યા. તે વખતે વિષ્ણુ ભગવાનના દર્શન માટે આવતા (ઋષિઓ-દેવતાઓ) નું સ્વાગત આ બે પત્નીઓ કરતી. તે વખતે વિષ્ણુ ભગવાન ધ્યાનસ્થ હોવાથી પ્રસાદીની નિશાની રુપે બંન્ને પત્નીઓ પોતાની સાડીનો પાલવ ફાડીને આપતા. અત્યારે પણ આ પ્રથા ચાલુ છે. પૂજારી એક ચીંદરડી ફાડીને આપે છે. તે લક્ષ્મીની સાડીની નિશાની રુપે આપે છે. ભક્તોને આ અમુલ્ય પ્રસાદી મળે છે.

પદ્માસનસ્થ ભગવાન શ્રી મુક્તિનાથની પ્રતિમા પંચધાતુની છે. ઉપર શેષનાગની સાત ફણા છે. ભગવાનના ઉપરના બંને હાથમાં શંખચક્ર છે. નિચેના બંન્ને હાથ અભયવરદ મુદ્રામાં છે. બંન્ને બાજુમાં હાથમાં કમળ રાખીને શ્રીદેવી અને ભૂદેવીની ઊભી પ્રતિમાઓ છે. ભગવાનની સન્મુખ ગરુડજી વિરાજમાન છે. ઉધ્ધવજી અને ગણપતીજીની પણ પ્રતિમાઓ છે. મંદિરની રુમ બહુ નાની છે જેમાં પાંચેક ભક્તો એક સાથે દર્શન કરી શકે તેમ છે. મંદિરના કંપાઉંડમાં જ શ્રી રામાનુજાચાર્યની પ્રતિમા છે જેમણે આ મુક્તિનાથ ભગવાનની સ્થાપના ૧૧૦૦ વર્ષ પહેલાં કરેલી છે. તે પહેલાં અહીં શાલીગ્રામની પૂજા થતી.

નેપાળના મુક્તિનાથ મંદિર અને તેની જગ્યાઓ હિંદુ ધર્મ અને બૌદ્ધ ધર્મના અનુયાયી બંને માટે તીર્થયાત્રા સ્થળ છે. નેપાળમાં અનેક પવિત્ર સ્થળો છે, જેનો સંબંધ ભગવાન અથવા દેવીથી સંબંધિત છે. તેમાંના આ મંદિરનો વિસ્તાર ખૂબ જ વિશિષ્ટ છે. મુક્તિનાથ મંદિરને ૮ પવિત્ર સ્થળોમાંથી એક તરીકે ઓળખવામાં આવે છે, જે સામાન્ય રીતે ભગવાન વિષ્ણુના દિવ્ય ક્ષેત્ર (જે સ્વયં પ્રગટ થયેલા છે તે) તરીકે ઓળખવામાં આવે છે, અન્ય સાત તિરુપતિ, બદરીનાથ, શ્રીરંગમ, નૈમિષારણ્ય, શ્રીનૃસિંહમ(Srimushnam), તોતાદ્રી, અને પુષ્કર છે. મુખ્યત્વે, ભગવાન વિષ્ણુની પૂજા કરવા માટેના આ પવિત્ર સ્થાનો છે. ૧૦૮ દિવ્ય દેસમ છે, આ પવિત્ર મંદિર તેમાંથી એક છે, જેને વૈષ્ણવ જૂથ દ્વારા ખૂબ માન આપવામાં આવે છે.

મુક્તિનાથ શબ્દ “મુક્તિ"અને “નાથ” નામના સંસ્કૃત શબ્દ પરથી આવ્યો છે. મુક્તિનો અર્થ છે મુક્તિ અથવા મોક્ષ અને નાથ એટલે ભગવાન. મુક્તીનાથનું મંદિર ઉચ્ચ ઉંચાઇમાં આવેલું છે તેથી તે વાદળ ઉપર અભયારણ્ય તરીકે પણ ઓળખાય છે. તેની આજુબાજુના પ્રાકૃતિક દ્રશ્યો મંત્રમુગ્ધ કરી દે તેવા છે. મનોહર દૃષ્ટિકોણથી આપણને લાગે છે કે આપણે અલગ દુનિયામાં છીએ. તેથી આ વાસ્તવિક યાત્રાળુઓ અને દુનિયાભરના ટ્રેકિંગ ઉત્સાહીઓ બંન્ને માટે સમાન સ્થળ છે.


મુક્તિનાથ મંદિર:
મુક્તિનાથ મંદિર, આ મુક્તિક્ષેત્રનું મુખ્ય આકર્ષણ છે તેમાં કોઈ શંકા નથી સામાન્ય રીતે મુખ્ય મંદિર તરીકે સ્વીકારવામાં આવેલા આ નેપાળી મંદિરને પેગોડા પ્રકારમાં બનાવવામાં આવેલ છે, જેમાં અંદર મુક્તિનારાયણની ધાતુની મૂર્તિ છે. શિલાલેખ અનુસાર, ૧૮ મી સદીમાં આ મંદિરને તેનું આધુનિક સ્વરૂપ મળ્યું અને તેની ઉપર ત્રાંબા(કોપર)ના છતના 3 માળ બનાવવામાં આવ્યા. અગાઉ, તેનું આર્કિટેક્ટ માટીની ગોળાકાર છત સાથે, સ્થાનિક શૈલીમાં હતું.

૧૦૮ મુક્તિ ધારા:
મંદિરની પાછળ પરિક્રમામાં ગૌમુખ આકારમાં ૧૦૮ જલધારાઓ બનાવવામાં આવેલી છે.મુક્તીનાથની આધ્યાત્મિક યાત્રા અને આ જલધારાઓ માં સ્નાન એ પોતાના પાપને ધોઈ નાખી આત્માને પવિત્ર કરવા માટેની ઉત્તમ રીત છે. તમે ગૌમુખમાંથી સતત વહેતું પાણી જોઈ શકો છો, જે અત્યંત ઠંડુ છે. આપણે શ્રધ્ધાની શક્તિ અહીં જોઈ શકીએ છીએ કે ઘણા યાત્રાળુઓ ઠંડાપણાની ચિંતા કર્યા વગર સ્નાન કરે છે. એવું પણ કહેવામાં આવે છે કે પવિત્ર પાણી હજાર ઝરણાઓ (સહશ્રરા મૂળ) માંથી પેદા થાય છે અને આ ૧૦૮ ગૌમુખ દ્વારા એ જોડાયેલ છે.
મુખ્ય મુક્તિનાથ મંદિરની સામે ત્યાં બે કુંડ છે, જે નામ સરસ્વતી અને લક્ષ્મી કુંડ છે. ૧૦૮ ગૌમુખનું પાણી તેમાં આવે છે.. જે લોકો જે સીધા જ ગૌમુખપાણીમાં સ્નાન કરી શકતા નથી, તેઓ અહીં સ્નાન કરતા હોય છે.
યાદ રાખો કે, ૧૦૮ અંક હિન્દુ ધર્મમાં પવિત્ર સંખ્યા પણ છે. ૧૦૮ અંક એ હિન્દુધર્મ સાથે વિશાળ સુસંગતતા ધરાવે છે. કુલ ૧૦૮ વિષ્ણુ મંદિરો (દિવ્ય દેશમ- આશરે 1300 વર્ષ પહેલાં, ભક્તિ ચળવળ તરીકે ઓળખાતા સમય દરમયાન સમગ્ર ભારતના મંદિરોમાં સ્થાપિત દેવતાની સ્તુતિ કરતા તમિલનાડુના અલવર સંત કવિઓએ વિષ્ણુની પ્રશંસામાં છંદો ગાયા,. આ છંદો તેમજ આ મંદિરો હજુ પણ આ ક્ષેત્રના સાંસ્કૃતિક વારસાનો ભાગ છે. આ ૧૦૮ મંદિરો સામૂહિક રીતે વૈષ્ણવ પરંપરામાં દિવ્ય દેસમ મંદિર તરીકે ઓળખવામાં આવે છે. આ ખૂબ પવિત્ર ૧૦૮ મંદિરોમાં મુક્તિનાથ મંદિર એમાંનું એક) છે અને એવું માનવામાં આવે છે કે તે ૧૦૮ ગૌમુખ ચહેરામાંથી વહેતું ૧૦૮ ધારાનું પાણી બાકીના વિષ્ણુ મંદિર(દિવ્ય દેશમ)થી જોડાયેલ છે.
હિન્દુ જ્યોતિષવિદ્યા અનુસાર, ૧૦૮નો અંક નવ ગ્રહો અને બાર રાશિચક્ર (૯×૧૨=૧૦૮) નું અનુસંધાન છે. નક્ષત્ર પણ ૨૭ છે, તે ૪ પદમાં વહેંચાયેલા છે, આ પણ (૨૭×૪) ૧૦૮ અંક આપે છે.
એવું માનવામાં આવે છે કે આ ગૌમુખમાં સ્નાન કરવાથી નકારાત્મક અસરો (પાપ) દૂર થાય છે અને તે આપણા જીવનમાં હકારાત્મક ફેરફારો કરવામાં મદદ કરે છે શાસ્ત્રના કહેવા પ્રમાણે વિષ્ણુ ભગવાન તપ કરતા હતા ત્યારે તેમને ગંડસ્થળમાં પશીનો થયો. આ પશીનો વહેતા ગંડકીનો ઉદ્ભવ થયો.
અહીંના બધા જ મંદિરોમાં બૌધ્ધ સાધ્વીઓ પૂજા અને વહીવટ કરે છે. અહીં એક વિષ્ણુ મંદિર,કૃષ્ણ મંદિર, રામ મંદિર અને ગણપતિ મંદિર પણ છે. મંદિર પરિસરમાં આવેલ ફક્ત એક શિવ-પાર્વતી મંદિરમાં જ હિંદુ પૂજારી છે અને વહીવટ કરે છે.
બૌધ્ધો મુક્તિનાથ ભગવાનને અવલોકિતેશ્વર (બુધ્ધભગવાનના સ્વરુપ)તરીકે પૂજે છે.

વિષ્ણુપાદુકા (નિલકંઠવર્ણી મંદિર)
-મુક્તિનાથ (પુલહાશ્રમ)ના પરિસરના મધ્યભાગમાં આ જગ્યાએ શ્રી ઘનશ્યામ મહારાજે વનવિચરણ દરમ્યાન નિલકંઠવર્ણી સ્વરુપે એક પગે ઊભા રહી બે ભૂજા ઊંચી કરી ચાતુર્માસના ચાર મહિના તપ કરેલું છે. આ સ્થાને કાલુપુર શ્રીસ્વામિનારાયણ મંદિર અમદાવાદ તરફથી એક મોટી છત્રી બનાવી તેમાં તપ મુદ્રા સ્વરુપમાં શ્રી નિલકંઠવર્ણીનું આરસનું સુંદર સ્વરુપ પધરાવવામાં આવ્યું છે. આશરે ૨૩૦ વર્ષ પહેલાં આ સ્થળે ભગવાને કરેલ તપને યાદ કરીને આપણે ઓછામાં ઓછામાં અકાદ બે કલાક બેસી ધ્યાન અને ભજન કીર્તન કરીને આ યાત્રાનું ભાથું બાંધવા જેવું છે. નેપાળમાં બીજાં ઘણા યાત્રાના સ્થળો હશે પણ શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના આશ્રિતો આ યાત્રા સ્થળ સર્વોપરી છે. જીવનમાં એક વાર અવશ્ય આ સ્થળના દર્શન કરવા જેવા છે. હવે આ યાત્રા બહુ સુગમતાથી થાય છે.

નિષ્કુળાનંદ સ્વામીએ ભક્તચિંતામણીમાં પુલહાશ્રમનું વર્ણન આ પ્રમાણે કરેલ છે:

પછી પુલહ બ્રહ્માના સુતન,આવ્યું આશ્રમ તેનું પાવન,
અતિ ચમતકારી છે એહ, થાય સુખી સેવે જન જેહ,
તપ ફળ મળે તિયાં તરત, જિયાં તપ કર્યું આગે ભરત,
મુમુક્ષને છે સેવવા જેવું, જ્યાં શ્રીકૃષ્ણને છે નિત્ય રહેવું,
ચક્ર નદી જિયાં ચારે કોર, નાયા છે તેમાં ધરમકિશોર,
કરી ક્રિયા ત્યાં પાઠપૂજન, કર્યું મુક્તનાથનું દર્શન,
પછી ભરતે કર્યું તપ જિંયા,પોતે પણ બેઠા જઈ તિયાં,

સત્સંગીજીવનમાં શતાનંદ મુનિ કહે છે:
સુવ્રતમુનિ કહે છે, હે રાજન ! દર્શન માત્રથી પાવન કરનાર તત્કાળ તપની સિદ્ધિ આપનાર અને મુમુક્ષુજનોએ આશ્રય કરવા યોગ્ય એવા પુલહાશ્રમનાં ભગવાન શ્રીહરિએ દર્શન કર્યાં.૧
જે આશ્રમમાં ભક્તવત્સલ ભગવાન શ્રીકૃષ્ણ પોતાના ભક્તજનો ઉપર અતિશય વાત્સલ્ય ભાવ હોવાથી તેને અપેક્ષિત રૂપને ધારણ કરી નિરંતર નિવાસ કરીને રહે છે.૨
હે રાજન્ ! આ આશ્રમમાં પૂર્વે ઋષભદેવના પુત્ર ભરતજીએ તપશ્ચર્યા કરી છે, તેમજ અહીં સ્નાન માત્રથી અતિપાવન કરનાર ગંડકી નદી આશ્રમની ચારે તરફ ચક્રાકારે વહી રહી છે.૩
ભગવાન શ્રીહરિએ તે મહા પવિત્ર નદીમાં સ્નાન કરી પોતાનો નિત્યવિધિ કરી ભગવાન વિષ્ણુના અર્ચા સ્વરૂપે બિરાજતા મુક્તનાથ ભગવાનનું દર્શન અને પૂજન કરી મહા તપસ્વી શ્રીહરિએ ભરતજીના જ તપોસ્થાનમાં પોતાનો નિવાસ કર્યો અને ભરતજીની જેમ જ વિષ્ણુની આરાધના કરવા લાગ્યા.૪-૫
ભરતજીને જેમ મૃગબાળક ઉપર દયા કરવાથી ભગવાનની આરાધનામાં જે વિઘ્ન થયું હતું તેનું મનમાં સતત અનુસંધાન રાખી શ્રીહરિ હમેશાં નિઃસંગપણે વર્તતા હતા.૬ સ.જી. પ્ર-૧ અ-૪૪
હે વિપ્રવર્ય ! બુદ્ધિમાન ભરત મહારાજા ભક્તિપૂર્વક એક ભગવાન શ્રીવાસુદેવની જ આરાધના કરવાની ઇચ્છાથી સ્ત્રી, પુત્ર, ધન તથા રાજ્યનો ત્યાગ કરી પુલહાશ્રમમાં પધાર્યા.૬
શાંત, મુમુક્ષુ અને પંચ વિષયોમાં વિરક્ત એવા ભરતજી માત્ર એકલાજ રહી ગંડકી નદીને કિનારે ભગવાન શ્રીહરિની આરાધના કરવા લાગ્યા.૭
ફળ, મૂળ, કંદ, જળ અને તુલસીપત્ર વગેરે ઉપહારોથી શ્રીહરિનું પૂજન કરતા ભરતજી ભગવાનમાં અતિશય પ્રેમઘેલા થવાથી પૂજાના ક્રમને પણ ભૂલી જતા હતા.૮ (સ.જી પ્ર ૨ અ-૧૪)
સુવ્રતમુનિ કહે છે, હે રાજન ! દર્શન માત્રથી પાવન કરનાર તત્કાળ તપની સિદ્ધિ આપનાર અને મુમુક્ષુજનોએ આશ્રય કરવા યોગ્ય એવા પુલહાશ્રમનાં ભગવાન શ્રીહરિએ દર્શન કર્યાં.૧
જે આશ્રમમાં ભક્તવત્સલ ભગવાન શ્રીકૃષ્ણ પોતાના ભક્તજનો ઉપર અતિશય વાત્સલ્ય ભાવ હોવાથી તેને અપેક્ષિત રૂપને ધારણ કરી નિરંતર નિવાસ કરીને રહે છે.૨
હે રાજન્ ! આ આશ્રમમાં પૂર્વે ઋષભદેવના પુત્ર ભરતજીએ તપશ્ચર્યા કરી છે, તેમજ અહીં સ્નાન માત્રથી અતિપાવન કરનાર ગંડકી નદી આશ્રમની ચારે તરફ ચક્રાકારે વહી રહી છે.૩
ભગવાન શ્રીહરિએ તે મહા પવિત્ર નદીમાં સ્નાન કરી પોતાનો નિત્યવિધિ કરી ભગવાન વિષ્ણુના અર્ચા સ્વરૂપે બિરાજતા મુક્તનાથ ભગવાનનું દર્શન અને પૂજન કરી મહા તપસ્વી શ્રીહરિએ ભરતજીના જ તપોસ્થાનમાં પોતાનો નિવાસ કર્યો અને ભરતજીની જેમ જ વિષ્ણુની આરાધના કરવા લાગ્યા.૪-૫ (સ.જી. પ્ર -૧ અ-૪૪)

ભૂમાનંદમુનિ સ્વામી પણ શ્રીઘનશ્યામલીલામૃતસાગરમાં વર્ણન કરે છે કે:
કાળો ને શ્વેત શિખરી નામ, આપ વિચરશો તેહ ઠામ । પછે હિમગિરિમાં ફરશો, કૈક યોગી કૃતારથ કરશો ।।૨૨।।
ત્યાંથી પધારશો તમે પરમ, પ્રભુજી પ્રેમે પુલહાશ્રમ । તપ કરશો કઠણ તન, થાશે સૂર્યદેવ ત્યાં પ્રસન્ન ।।૨૩।।
વધારેમાં----
સર્વતણું શુભ કરવા માટે, દ્વિજકુળમાં તનુ ધારી । તપ કરવાનું કારણ એછે, હરિજનના હિતકારીરે ।।બાલા૦ ।।૩૫।।
આ મહાપ્રભુની કૃપાવડેથી, સઘળા મોટપ પામ્યા । ભવ બ્રહ્માદિ નારદ સારદ, સંકટ સર્વે વામ્યારે ।।બાલા૦ ।।૩૬।।
આપણને ઉપદેશક થઈને, તપની રીતિ બતાવે । સાવચેત યોગીને રેવું, માયાપાસ ન આવેરે ।।બાલા૦ ।।૩૭।।
ઋષભદેવનાપુત્ર ભરતજી, બેઠા આંહિ થઈ ત્યાગી । આ સ્થળમાં ગફલત રાખી તો, મૃગની માયા લાગીરે ।। બાલા૦ એમ પ્રશંસા કરે તપસ્વી, ભયહારીને ભાળી । ધન્ય ધન્ય બાલાયોગીને, આ તપમાં હદ વાળીરે ।।બાલા૦ ચાતુર્માસ જે ચોમાસાના, સ્વામીયે તપ ધરીયું । પ્રબોધની આવી એમ કરતાં, ત્યારે પૂરણ કરીયુંરે ।।બાલા૦ ।।૪૦।।

જ્વાલામાઈ મંદિર—
સ્કંધપુરાણની કથા અનુસાર વિષ્ણુ ભગવાન કરે છે ત્યારે બ્રહ્નાએ કહ્યું કે મારે યગ્ન કરવો છે. પણ યગ્ન માટે અગ્નિ ક્યાંથી લાવવો, ત્યારે વિષ્ણુ ભગવાને પોતાનો જમણો હાથ પાણી ઉપર ફેરવ્યો તો તેમાંથી અગ્નિ પ્રગટ થયો. આ અગ્નિ જ્વાલામાઈ તરીકે ઓળખાય છે. હાલ પણ આ અગ્નિ જ્વાલા પાણીમાં પ્રગટ થઈ રહી છે. જ્વાળા દેખાય છે પણ પાણીનો ફક્ત અવાજ સંભળાય છે.

નૃસિંહ ગોમ્પા :
જ્વાલા મંદિરથી બરાબર વિરુધ્ધ ખૂણામાં આ મંદિર આવેલ છે. ૧૦૮ જલધારાની પ્રથમ ધારા પાસેથી પગથિયાં ચડી આ નૃસિંહ મંદિરમાં જઈ શકાય છે. શરભરુપે શિવજી અને નરહરિ રુપે નારાયણનું અહીં યુધ્ધ થયેલું જે યુધ્ધનો અંત બદ્રીનાથ ક્ષેત્રમાં થયેલો. આ પ્રાચીન ઈતિહાસને યાદ અપાવતું આ મંદિર છે. મંદિરમાં બૌધ્ધગુરુ પદ્મસંભવ(ગુરુ રીનપોચે-Rinpoche) ,નૃસિંહ ભગવાન વગેરેની મૂર્તિઓ છે. અત્યારે આ મંદિરનું રીનોવેશન કરવામાં આવ્યું છે. બૌધ્ધગુરુ પદ્મસંભવે મુક્તિનાથમાં તપ કરેલું છે.

પાતાળગંગા-
ચણેલા પથ્થરની એક નાની ઓરડી જેવું છે. બારીમાં હાથ ટેકવી અંદર માથું લઈ જઈ સાંભળીએ તો જમીનની અંદર પાણી વહેતું હોય તેવો અવાજ સંભળાય છે.

મુક્તિનાથ પરિસરની ફરતી વ્હાઈટ દીવાલ (લંબાઈ ૧.૨ કીમી) શ્રી નરનારાયણદેવ પીઠાધીપતી પ.પૂ. આચાર્ય મહારાજશ્રી તેજેન્દ્રપ્રસાદજી મહારાજની આગ્નાથી અમદાવાદ કાલુપુર શ્રી સ્વામિનારાયણ મંદિર તરફથી સને ૨૦૦૨માં બનાવવામાં આવી છે.

પરિસરના મુખ્ય દરવાજા પાસે બે મોટા પ્રેયર વ્હીલ છે. તેના ઉપર ૧૦૦ મીલીયન બૌધ્ધ મંત્ર લખેલ છે. આપણે હિંદુઓ માળા ફેરવીએ છીએ તેમ બૌધ્ધ લોકો આ પ્રેયર ફેરવવામાં પૂણ્ય માને છે. દરેક બૌધ્ધ મંદિરોમાં આ પ્રેયર વ્હીલ હોય છે. તિબેટીઅન બૌધ્ધો કાગળની એક ચબરખી માં તેમનો રાષ્ટ્રીય મહામંત્ર ‘ઓમ મણી પદ્મે હુઁ’ લખે છે. એક નાના મંત્રચક્રમાં આ મંત્ર લખેલી ચબરખી કે ચબરખીઓ મૂકે છે.આ મંત્રચક્ર હાથમાં રાખીને સતત ફેરવતા રહે છે.

રાનીપૌઆ-(ઉંચાઇ ૩૭૦૦ મી.)
મુક્તિનાથથી એકાદ કી.મી. પહેલાં આ નાનું ગામ આવે છે. અહીં તપ દરમ્યાન નિલકંઠવર્ણી રાત્રીએ વિરામ લેતા તે ધર્મશાળા છે. રોડ ઉપર જ આવેલ આ પ્રસાદીના સ્થાનના દર્શન અવશ્ય કરવા જેવા છે. ધર્મશાળાના પ્રાંગણમાં એક મોટું વૃક્ષ છે તેની નિચે નિલકંઠવર્ણી બેસતા તેથી તે પ્રસાદીનું વૃક્ષ છે. આ ધર્મશાળાની અમુક રુમોનો વહીવટ જોમસોમ (ઉંચાઈ-૨૭૨૦ મી.) શ્રી સ્વામિનારાયણ ધર્મશાળાના શ્રી સંત સ્વામી સંભાળે છે જેની ચાવીઓ તેમની પાસે રહે છે. આ રુમોમાં રાત્રી રહેવાની અને રાંધવાની સગવડ છે.રાનીપૌઆમાં હોટલોની પણ સગવડ છે.


તૃણાવર્ત
એક લોકવાયકા પ્રમાણે મુક્તિક્ષેત્રમાં લોમશ ઋષિનો આશ્રમ હતો. અહીં જન્મેલ તૃણાવર્ત આ વિસ્તારમાં ભારે ઉત્પાત કરતો હતો તેથી લોમશ ઋષિએ શાપ આપીને તેને ઉત્પાત કરતો રોક્યો હતો. તૃણાવર્તે પ્રાર્થના કરી એટલે ઋષિએ તેને સવારના દશ પછી ઉત્પાતની છૂટી આપી. લોકવાયકા જે હોય તે પણ ખરેખર આ ખીણમાં દરરોજ સવારના દશ વાગ્યા પછી એવો ઝેરી અને પ્રચંડ સુસવાટા મારતો વાયુ ચાલુ થાય છે કે બહાર નિકળવું અઘરું થઈ પડે છે. રાત્રે લગભગ નવ વાગે પવન શાંત થાય છે.
આ તૃણાવર્ત આગળના જન્મમાં પાંડુ દેશનો રાજા સહસ્ત્રાક્ષ હતો. તે નર્મદા કિનારે પોતાની રાણીઓ સાથે વિહાર કરી રહ્યો હતો, ત્યારે ત્યાંથી દુર્વાસા મુનિ પસાર થયા, પરંતુ તેણે તેમનો યોગ્ય સત્કાર ન કર્યો. આથી તેમણે શાપ આપ્યો, “તું રાક્ષસ થઈ જા.” જયારે ચરણોમાં પડી તેણે માફી માગી ત્યારે મુનીએ કહ્યું, “ભગવાન શ્રીકૃષ્ણના સ્પર્શથી તું મુક્ત થશે.” આમ પ્રભુના સ્પર્શથી તે મુક્ત થયો.
શક્ટાસુરને મારી નાખવામાં આવ્યો તે ખબર કંસને મળ્યા. ફરી પાછો બીજો રાક્ષસ તૃણાવર્ત બાલકૃષ્ણને મારવા ગોકુળ મોકલ્યો. યશોદાજી બાલ કનૈયાને સ્તનપાન કરાવતા હતા ત્યાં તૃણાવર્ત નામનો રાક્ષસ આવ્યો. તૃણાવર્ત એટલે જોરથી ફૂંકાતો પવન. માતા યશોદા બાળકને દૂધ પિવડાવવામાં મશગૂલ હતા. તૃણાવર્ત હમણા બાળકને લઇ લઉં કરતો જોરથી ધૂળ ઉડાડવા લાગ્યો. યશોદા આંખો ચોળવા લાગ્યા. ત્યાં તો તૃણાવર્ત ભગવાનને યશોદાના ખોળામાંથી ઊંચકી લઇ આકાશમાં ઊડવા લાગ્યો.આકાશમાં જ કનૈયાએ તૃણાવર્તને મારી નાખ્યો. મોટા અવાજ સાથે તૃણાવર્ત જમીન પર પટકાયો.

એમ કહેવાય છે કે, ભારતના ચારધામ(દ્વારકા, બદ્રીનારાયણ, જગન્નાથ પુરી અને રામેશ્વર)ની આધ્યાત્મિક યાત્રા પૂર્ણ કર્યા પછી આ યાત્રાળુએ મુ મુક્તિનાથ ની યાત્રા કરવી જોઇએ, તો જ તેને ચાર ધામયાત્રાનું ફળ મળે. દૂરના પ્રદેશમાં પડકારરૂપ હોવા છતાં, વિશ્વના વિવિધ ખૂણામાંથી હજારો યાત્રાળુઓ અહીં આવે છે. જો કે, તે નોંધવું જોઇએ કે તેમાંના મોટા ભાગના લોકો ભારત અને નેપાળના હોય છે કારણ કે મોટાભાગના લોકો આ બંને દેશોમાં હિંદુ ધર્મ (સનાતન ધર્મ) નું પાલન કરે છે.

ગલેશ્વર ધામ-
પોખરાથી રોડ મારફતે જોમસોમ જતાં ૮૩ કીમી ના અંતરે રોડ ઉપર જ ગંડકી નદીના કાંઠે ગલેશ્વર ધામ આવે છે. અહીં વહેતી ગંડકી નદીમાંથી મૃગલીને બચાવવા જતાં ભરતજીને મૃગલીમાં મોહ થયો હતો. અહીં શીવ મંદિર છે. દર્શન કરવા જેવા છે. અહીંથી મુક્તિનાથ ૯૧ કીમી. થાય છે.
પ્રાચીન પુરાણે ઉલ્લેખ કર્યો છે કે પુલહ, પુલસ્ત્ય અને વિશ્રવા નામના જાણીતા ત્રણ સંતો આ સ્થળે ધ્યાન કરતાં હતા અને તેઓ ભગવાન શિવને સમર્પિત હતા.
પુલસ્ત્ય અને પુલહ ભગવાન બ્રહ્મા (સર્જક)ના પુત્ર હતા.,.વિશ્રવા પુલસ્ત્ય ઋષિના પુત્ર હતા, તે પોતાના પિતા સમાન એક મહાન સદ્ગુણી સંત અને વૈદિક વિદ્વાન હતા. એવું કહેવાય છે કે વિશ્રવા ઋષિનો પુત્ર લંકશેશ્વર રાવણ આ સ્થાને જન્મ્યો હતો અને મોટો થયો હતો. તેનો અર્થ લંકાપતી રાવણ સંત પુલસ્ત્યનો પૌત્ર હતો.

શાલીગ્રામ ક્ષેત્ર -
આ પવિત્ર મુક્તિનાથ મંદિર પણ મુક્તિક્ષેત્ર અને અથવા શાલીગ્રામ ક્ષેત્ર તરીકે જાણીતું છે. શાલિગ્રામ એક કિંમતી પવિત્ર પથ્થર છે, જેને હિંદુ લોકો દ્વારા ભગવાન વિષ્ણુના અવતાર તરીકે માનવામાં આવે છે. મુક્તિક્ષેત્ર શબ્દ સંસ્કૃત શબ્દ પરથી ઉતરી આવ્યો છે જેનો અર્થ મુક્તિ એટલે મોક્ષ અથવા મુક્તિ અને ક્ષેત્ર એટલે સ્થળ છે, જે મુક્તિની જ્ગ્યા(સાઇટ)નું પ્રતિનિધિત્વ કરે છે.

મુક્તિનાથ મંદિરનો ઇતિહાસ હિંદુ ધર્મની માન્યતા અનુસાર :
પરંપરા દ્વારા, શાલીગ્રામ પથ્થરની ભગવાન વિષ્ણુના ભૌતિકરણ તરીકે પૂજા કરવામાં આવે છે, જે ભગવાન છે જે રક્ષક તરીકે પ્રતીક છે. એવું પણ કહેવામાં આવે છે કે વિષ્ણુને પ્રસન્ન કરવા માટે શાલીગ્રામથી પવિત્ર કંઈ પણ નથી, જે ફક્ત નેપાળના કાલિ ગંડકી (ખાસ કરીને મુક્તિનાથ ક્ષેત્રે) ના કાંઠે ઉપલબ્ધ છે. આજે જ્યાં હિમાલય હવે સ્થાયી છે ત્યાં લાખો વર્ષો પહેલાં સમુદ્ર હતો, તે જ આ વિસ્તાર છે. આ પત્થરો અશ્મિના જીવાણુ દ્વારા બનેલા છે. જે પ્રાગૈતિહાસિક કાળમાં ટેથિસ સાગર ( Tethys Sea) ના તળિયે ઉપલબ્ધ હતા. આ સંદર્ભે, તેના વિશે ઘણી દંતકથાઓ છે, જે હજુ પણ અભ્યાસ માટે ઉપલબ્ધ છે. આ પવિત્ર જગ્યા (મુક્તિનાથ મંદિર) ની માહત્મ્ય દર્શાવતી હસ્તપ્રતો, વિષ્ણુ પુરાણમાં “ગંડકી માહત્મ્ય” સાથે મળી શકે છે. આ સ્થળ હિન્દુઓ માટે દર્શન - પૂજા માટેની એક ઉત્તમ જગ્યા છે. અહીં બીજા કેટલાક ઇતિહાસ પણ છે. ટૂંકમાં, તેમાંના બે-ત્રણ નીચે વર્ણવેલ છે.

ઇતિહાસ નં. ૧: પદ્મપુરાણ અને સ.ગુ. શ્રી પ્રેમાનંદ સ્વામીકૃત ‘તુલસીવિવાહ આખ્યાન’ અનુસાર કથા છે કે – દેવતાઓના રાજા ઈન્દ્રે એકવાર અજાણમાં શિવનું અપમાન કરી નાખ્યું. આથી શિવજીએ ત્રીજું નેત્ર ખોલીને રૌદ્ર રૂપ ધરી ઈન્દ્ર પર પ્રચંડ ક્રોધાગ્નિનો પ્રહાર કર્યો, ભયભીત થયેલો ઈન્દ્ર દેવગુરુ બૃહસ્પતિના શરણમાં ગયો અને રક્ષણ કરવા પ્રાર્થના કરી. શરણે આવેલા શિષ્યનું રક્ષણ કરવા બૃહસ્પતિએ શિવજીને વિનમ્રભાવે પ્રાર્થના કરી એટલે શિવજી પીગળી ગયા. તેમણે ક્રોધનું શમન કરી ઈન્દ્રને ભયમુક્ત કર્યો. જેમ ધનુષ્યમાંથી છૂટેલું તીર પાછું વાળી શકાતું નથી તેમજ શિવજીના છૂટેલા ક્રોધાગ્નિનું પણ થયું. આથી શિવજીએ પોતાના ક્રોધાગ્નિને સમુદ્રમાં વિલીન કરી તેમાંથી ઈન્દ્રનું અભિમાન ઉતારે તેવો મહાશક્તિશાળી રાક્ષસી પુરુષ ઉત્પન્ન કર્યો. જળમાંથી ઉત્પન્ન થયેલા આ પુરુષનું નામ જાલંધર પડ્યું.
ત્રિલોક વિજયી જાલંધરનો વિવાહ કુશધ્વજ અસુરની પુત્રી વૃંદા સાથે થયો. જાલંધર પૂર્વજન્મમાં ભગવાનના યોગમાં હતો. વૃંદા પણ ભગવાનને ભજતી હતા. તે મહાસતી હતા. તેના પ્રતાપે જાલંધરની ત્રિલોકમાં હાક વાગતી હતી. તેને કોઈ જીતી શકતું નહિ. તે દેવતાઓ પર અત્યાચાર કરવા લાગ્યો.
રાક્ષસ ખૂબ જ અપમાનજનક હતો, તેણે દેવી લક્ષ્મી (વિષ્ણુની પત્ની) પ્રાપ્ત કરવા માટે ભગવાન સાથે યુદ્ધ જાહેર કરીને મર્યાદા પાર કરી. પરંતુ તેને કહેવામાં આવ્યું કે તમે ભાઇ-બહેન છો કારણ કે તમે બંન્ને મહાસાગરમાંથી જન્મ્યા છો. આ શબ્દોથી જાલંધર પ્રભાવિત થયો અને પરિસ્થિતિ સ્વીકારી પછી તે પાછો ફર્યો.
આગળ, ફરીથી તેણે પાર્વતી (ભગવાન શિવની પત્ની) ને પકડવા કૈલાશ પર હુમલો કરવાનો નિર્ણય લીધો, પરંતુ આ વખતે તેણે વિચિત્ર નિર્ણય લીધો, જાલંધરે તેના સ્વરુપને બદલવાની શક્તિનો ઉપયોગ કર્યો અને પોતાને શિવ સ્વરુપ બનાવ્યું. પાર્વતીએ તેમની પતિવ્રતાની શક્તિ દ્વારા જાલંધરના આ કપટની વાસ્તવિકતાને ધ્યાનમાં લઈ ઝડપથી શિવને બોલાવ્યા. પછી તેમની વચ્ચે યુદ્ધ શરૂ થયું, રાક્ષસને હરાવવા માટે સેંકડો ઉપાયો કરવામાં આવ્યા, પરંતુ પત્ની(વૃંદા)ની પતિવ્રતાને લીધે જાલંધર ખૂબ સુરક્ષિત હતો. તે પછી અન્ય દેવોએ આ ભારે દુષ્ટતાનો નાશ કરવા યુક્તિ કરવાનો નિર્ણય કર્યો. આ માટે ભગવાન વિષ્ણુએ પોતાની શક્તિનો ઉપયોગ પોતાને જાલંધરના સ્વરુપમાં ફેરવવા માટે કર્યો અને વૃંદાની સામે દેખાયા. વૃંદા વાસ્તવિકતાને ધ્યાનમાં લેવામાં નિષ્ફળ ગયા અને વૃંદા આ પતિની સાથે પત્ની જેમ વર્ત્યા. આમ વૃંદાએ પતિવ્રતાપણું ગુમાવ્યું અને શિવે રાક્ષસને મારી નાખ્યો. છેવટે, જ્યારે વૃંદાએ જાણ્યું કે આ કારસ્તાન ભગવાન વિષ્ણુએ કર્યું છે ત્યારે વૃંદાએ ભગવાન વિષ્ણુને શાપ આપતા કહ્યું કે તમે પથ્થરદીલના બનીને એક પતિવ્રતા સ્ત્રીને છેતરી છે તો તમે શિલા (પથ્થર) બની જાઓ. ભગવાન વિષ્ણુને પથ્થરના બનેલા જોઈ બધા દેવી-દેવતાઓ માં હાહાકાર મચી ગયો, પછી માતા લક્ષ્મી એ વૃંદા ને પ્રાર્થના કરી અને પછી વૃંદા પોતે જાલંધરની સાથે સતી થઇ ગયા. પછી એમના શરીરની રાખ માંથી એક નાનું વૃક્ષ પ્રગટ થયું જેને ભગવાન વિષ્ણુ એ તુલસી નામ આપ્યું અને ભગવાન વિષ્ણુ એ કહ્યું કે આજથી હું તુલસી વગર પ્રસાદ ગ્રહણ નઈ કરું અને આ પથ્થર ને શાલિગ્રામ ના નામે થી તુલસીજી ની સાથેજ પૂજવામાં આવશે. કાર્તિક મહિનામાં તો તુલસીજી ના શાલિગ્રામ સાથે વિવાહ પણ કરવામાં આવે છે. પાછળથી, ભગવાન, વિષ્ણુને મુક્તિનાથ ક્ષેત્રમાં શાલીગ્રામ તરીકે જન્મ લેવાની ફરજ પડી.

ઇતિહાસ ૨: ભારત અને નેપાળની અંદર ૫૧ શક્તિપીઠ છે, શબ્દ "શક્તિપીઠ" શબ્દને શક્તિ દેવી તરીકે ઓળખવામાં આવે છે. તેમાં મુક્તિનાથ મંદિર એક છે. એવું માનવામાં આવે છે કે જ્યારે ભગવાન શિવ સતી દેવીના મૃતદેહને લઈ જતા હતા, ત્યારે તેના શરીરના ગાલનો જમણો ભાગ અહીં પડ્યો હોવાનું માનવામાં આવતું હતું અને આમ શક્તિ દેવીનું પવિત્ર સ્થાન બન્યું હતું. તેથી, પવિત્ર મુક્તિક્ષેત્રને તીર્થ યાત્રા માટે એક મહાન શક્તિપીઠ તરીકે ગણવામાં આવે છે.

ઇતિહાસ નં. 3: હિમાવતખંડના અનુસાર, ભગવાન બ્રહ્માએ સૃષ્ટિના આરંભે અહીં યજ્ઞ કરવાનો વિચાર કરી દિવ્ય અગ્નિ ઉત્પન કર્યો. તે જ સ્થળે આપણે જ્વાલામાઈનું મંદિર જોઈ શકીએ છીએ. મુક્તિનાથ ભગવાનના મંદિરના પરિસરના મુખ્ય દરવાજાની જમણી બાજુ છેક ખૂણામાં આ જ પરિસરમાં આ જ્વાલામાઈ મંદિર છે.

મુક્તિનાથ મંદિરનો ઇતિહાસ બુદ્ધ ધર્મ અનુસાર-
મુસ્તાંગનું મુક્તિનાથ મંદિર વ્યાપકપણે (ચમિંગ ગિયાત્સ) તરીકે લોકપ્રિય છે, ખાસ કરીને બૌદ્ધ સમુદાયમાં તે એક કેન્દ્રબિંદુ છે જે એક જ એવું સ્થળ છે કે જે બે જુદા જુદા ધર્મો (હિંદુ અને બૌધ્ધ)નો વિશ્વાસ ધરાવે છે, તે વિશ્વમાં આ મંદિરના મહાન પાસાઓમાંનું એક છે. મુક્તિનાથ બૌદ્ધ ધર્મ અને હિન્દુ ધર્મની પૂજા માટેની એક સામાન્ય જગ્યા છે. જો કે, નેપાળમાં, લગભગ બધા હિંદુ લોકો ભગવાન બુદ્ધની ઉપાસના કરે છે અને આદર કરે છે.
તિબેટીયનમાં ચમિંગ ગિયાત્સનો અર્થ સૂચવે છે કે 'સેંકડો પાણી'. તિબેટીયન બૌદ્ધવાદ મુજબ, ચુમિંગ-ગાયત્સ ડાકિનિ (Sky Dancers) દેવીઓ માટે, સ્ત્રીઓની આકૃતિમાં એક ઉત્સાહી પ્રાણી તરીકે વ્યાપકપણે જાણીતું પવિત્ર સ્થળ છે. મુક્તિનાથ ચોવીસ પ્રખ્યાત તાંત્રિક સ્થાનોમાંથી એક છે. તિબેટીયન બૌદ્ધ ધર્મના ધોરણે એવો દાવો કરે છે કે ગુરુ રિનપોચે (ઉર્ફ પદ્મસંભાવ) તિબેટના ગમન દરમિયાન અહીં ધ્યાન કર્યું હતું. ગુરુ રિનપોચે તિબેટીયન બૌદ્ધ ધર્મના સ્થાપક હતા. ઉપરાંત, મૂર્તિને અવલોકિતેશ્વર (ચેન-ર-ઝિગ) બુધ્ધ અવતાર માનવામાં આવે છે.

દામોદર કુંડ (ઉંચાઇ ૫૪૦૦ મી.)-
દામોદર કુંડમાંથી નિકળતી નારાયણીગંગા જ ગંડકીનો મૂળ પ્રવાહ છે અને જેને કૃષ્ણાભા ગંડકી કે કાલીગંડકી કહેવામાં આવે છે. દામોદરકુંડ જવાના બે રસ્તા છે. એક રસ્તો કાકબેનીથી નારાયણી નદીને કિનારે કિનારે જાય છે. બીજો રસ્તો મુક્તિનાથથી જવાય છે. રસ્તો બે-ત્રણ દિવસનો છે અને ભોમિયા સિવાય જઈ શકાય તેમ નથી. દામોદરકુંડમાંથી જીવંત અને પ્રભાવશાળી શાલિગ્રામ મળે છે જેના પૂજનનું અતિ મુલ્ય છે. દામોદરકુંડની આજુબાજુ ગજેન્દ્ર મોક્ષ સરોવર, ચક્ર સરોવર, વિષ્ણુકુંડ આદિ તીર્થો છે. મુક્તિક્ષેત્રનો પ્રારંભિક તબક્કો ગુરુ રિનપોચેથી પણ સંબંધિત છે. તિબેટીયન ભાષામાં દામોદકુંડને મેન-ચુ તરીકે ઓળખવામાં આવે છે. અહીં પરંપરાગત રીતે હિન્દુ પુરોહિત (પંડિત) ધાર્મિક પૂજા કરે છે અને બૌદ્ધ પૂજારીઓ (ઝુમાસ) પ્રસાદ વસ્તુઓનું વિતરણ કરે છે, તે એક સદી પહેલાથી તેઓ મુખ્ય ભંડાર (ચુમિંગ ગાયત્સ) ની સંભાળ રાખે છે.

કાગબેની-(ઉંચાઈ૨૮૧૦ મી.) -
કાગબેનીમાં દામોદરકુંડથી આવતી નારાયણીગંગા અને મુક્તિનાથથી આવતી ગંડકીનદીનો સંગમ થાય છે.એમ કહેવાય છે કે કાગભુશંડી અયોધ્યામાંથી બાળ રામચંદ્રજીના હાથમાંથી પુરી લઈને ભાગ્યા ત્યારે રામચંદ્રજીનો હાથ અહીં સુધી આવ્યો હતો અને તે કાગડાને પક્ડ્યો હતો. એમ પણ કહેવાય છે કે આ સ્થળે કાગભુશંડી મહારાજનો દેહવિલય થયેલો. શાલીગ્રામનું અસલ ઉત્પતી સ્થાન દામોદર કુંડ ગણાય છે. આ શાલીગ્રામ નદીના પ્રવાહમાં વહેતાં વહેતાં અહીં કાગબેની અને જોમસોમ સુધી પણ આવે છે. શાલીગ્રામનો ઉલ્લેખ મહાભારતમાં કરવામાં આવેલ છે.

હિન્દુઓ મુક્તિનાથને ભગવાન નારાયણનું સ્વરૂપ ગણે છે અને તે જ ભાવથી તેમના દર્શન-પૂજન કરે છે. બૌધ્ધો આ જ મૂર્તિને ભગવાન બુધ્ધની મૂર્તિ ગણે છે અને તેમ માનીને દૂર દૂરથી દર્શન-પૂજન માટે આવે છે. મંદિરમાં દેવપૂજા એક બ્રાહ્મણ કરે છે. મંદિરનો બાકીનો બધો વહિવટ બૌધ્ધ ભિક્ષુણીઓ કરે છે. કોઇ વૈમનસ્ય નથી. સૌ પોતપોતાની ભાવના પ્રમાણે સેવા-ઉપાસના કરે છે.

મુક્તિનાથ-પુલહાશ્રમ કઈ રીતે પહોંચી શકાય?

નેપાળ એક પર્વતીય રાષ્ટ્ર છે અને મુક્તિનાથ ક્ષેત્ર વિશાળ હિમાલયની ગોદમાં આવેલું છે. આ ૨૧ મી સદી છે અને તેથી મુસાફરી સરળ બનાવવા માટે પરિવહન સુવિધાઓના વિવિધ સાધનો ઉપલબ્ધ છે, તેથી ત્યાં પહોંચવું ખૂબ મુશ્કેલ નથી. પરિવહન સુવિધાઓ અને રસ્તાઓના અભાવને કારણે, જો આપણે વર્તમાન મુસાફરીની સરખામણી કરીએ તો અગાઉ મુક્તિનાથ યાત્રા અત્યંત મુશ્કેલ હતી.

વિમાનરસ્તે : દિલ્હી, કાનપુર, કલકત્તા, પટણા અથવા કાઠમંડુ જતાં કોઈપણ વિમાનમાં કાઠમંડુ પહોંચવું. પોખરા કે જોમસોમ ઈંટરનેશનલ ફ્લાઈટો જતી નથી. માટે નાના સ્થાનિક વિમાનમાં પોખરા અને ત્યાંથી(કે સીધા) જોમસોમ જવાય છે.

ઓળખપત્ર અને મુદ્રા-: ભારતીયો માટે વિઝાની કોઈ જરૂર નથી. પરંતુ જે મુસાફરો હવાઇ માર્ગે મુસાફરી કરે છે, તેમના માટે ભારતીય પાસપોર્ટ,મતદાતા ઓળખપત્ર અથવા પાન કાર્ડ સંબંધિત દસ્તાવેજો જરૂરી છે. ભારતીય ચલણ અહીં લઈ જઈ શકાય છે અને સ્વીકારાય છે. એક્સચેન્જની સુવિધા પણ ઉપલબ્ધ છે. પરંતુ ૧૦૦ રૂ. થી વધુ મોટી કિંમતની નોટ ન લઈ જવી જોઈએ. ભારતના રૂ. ૧૦૦ના નેપાળી રુ.૧૬૦ મળે છે. કોઈ પણ વસ્તુ ખરીદતી વખતે ખાસ પૂછવું કે જણાવવામાં આવેલ ભાવ નેપાળી છે કે ભારતીય?.
નોંધ:નેપાળમાં લગભગ દરેક જગાએ જાહેરમાં પેશાબ-પાણી (ભારતની માફક) કરી શકાતા નથી. આ એમની સ્વછતા દેખાડે છે. આ માટે ઠેર ઠેર જગાએ શૌચાલયો હોય છે પણ તેના ઉપયોગ માટે નેપાળી પાંચ રુપિયા ચાર્જ લે છે.
રાજધાની કાઠમંડુ થી પોખરા જવા માટે દરરોજ સવારના ૭-૩૦ થી લગભગ સાંજના ૪-૦૦ સુધીમાં ઘણી ફ્લાઇટો જાય છે જે ૧ કલાક ૩૦ મિનિટમાં પહોંચાડે છે. રાજધાની કાઠમંડુથી, અમુક નાની ફ્લાઈટો જોમસોમ કે મુક્તિનાથ પણ જાય છે. હેલીકોપ્ટર છેક મિક્તિનાથ મંદિરના દરવાજા પાસે પહોંચાડે છે. નેપાલની વિમાનની સેવાઓ માટે આ વેબ સાઇટો જુઓ: Yeti airlines, Agni Air, Buddha Air
નોંધ: તમે ગમે ત્યાં હો પણ મુક્તિનાથ યાત્રાની શરુઆત માટે તમારે પોખરા પહોંચવું જરુરી છે.કાઠમંડુથી નાના વિમાન કે હેલીકોપ્ટર દ્વારા સીધા જોમસોમ કે મુક્તિનાથ જતાં હો તો પોખરા જવું જરુરી નથી.

ભારતમાંથી રોડ મારફતે: કોઈપણ રસ્તે ગોરખપુર પહોંચવું. ત્યાંથી ઉત્તરમાં ૮૦ કી.મી. દુર નૌતનવા-સનૌલી બોર્ડર આવે છે. ભારતની સરહદ વટાવી નેપાલમાં દાખલ થતાં જ તરત જમણી બાજુએ ભૈરવા જુના બસ સ્ટેન્ડ પાછળ નજીકમાં ભૈરવામાં શ્રી સ્વામિનારાયણ આશ્રમ-(ગૌશાલા) મંદિર ધર્મશાળા છે ત્યાં ઉતારાની સગવડ છે.સંપર્ક: શ્રી અશોક ભગતજી મો. નં- ૦૦૯૭૭-૯૮૪૭૫૮૫૧૭૦//૦૦૯૭૭-૯૮૦૭૫૬૨૬૪૦ :સરનામું-નેપાલ કસ્ટમ પાસે,તનહુ હોટલ વાળી ગલી,બેલહિયા(ભૈરવા)-નેપાલ. નેપાલમાં ટ્રેન નથી. ભારતની સરહદ વટાવી નેપાલમાં દાખલ થતાં જ ભૈરવાથી પોખરા કે કાઠમંડુ જવા માટે પ્રાઈવેટ ટેક્ષી કે સરકારી બસ મળે છે. બોર્ડરથી પોખરા વાયા-તાનસેન(વધારે પહાડી રસ્તો) ૧૮૦ કી.મી. થાય છે. અને વાયા નારાયણઘાટ-મુગલી થઈ ૨૬૪ કી.મી. થાય છે. રસ્તા પહાડી હોવાથી ૧૦-૧૨ કલાક રનીંગ ટાઇમ થાય છે. કાઠમંડુ અને પોખરા વચ્ચે ૨૦૦ કી.મી. અંતર છે. આપણા ભારતીય વાહનો પણ લઈ જઈ શકીએ.
પોખરામાં એરોડ્રામથી નજીક (દક્ષિણમાં આશરે ૨ કીમી દુર) શ્રી સ્વામિનારાયણ મંદિર છે. (સરનામું: સ્વામિનારાયણ માર્ગ, શ્રીરામ મંદિર, પારદી વિરૌટા,રામેશ્વર માર્ગ, પોખરા. ફોન નં: ૦૦૯૭૭-૬૧-૪૬૦૩૫૬. મો. નં:૦૦૯૭૭-૯૮૪૬૧૫૦૩૧૦//૦૦૯૭૭-૯૮૨૭૧૮૧૬૧૨-શ્રી કૃષ્ણપ્રસાદદાસજી સ્વામી. ) મંદિરમાં ઉતારાની અને જાતે રાંધવાની સગવડ છે.
વિમાન પ્લસ રોડ મારફતે વાહનો દ્વારા મુક્તિનાથ મંદિર યાત્રા:
જે લોકો પાસે પૂરતો સમય નથી, તેના માટે મુક્તિનાથ દર્શન માટે આ શ્રેષ્ઠ ઉપાય છે. કારણ કે પોખરાથી જોમસોમ સુધી અને તેનાથી ઊલટું જોમસોમથી પોખરા સુધી આ વાયુમાર્ગ છે. ટૂંકા સમયગાળા દરમિયાન તમે લક્ષ્ય સુધી પહોંચી શકો છો, સામાન્ય રીતે પોખરાથી જોમસોમ પહોંચવામાં સ્થાનિક વાયુમાર્ગો ૧૫-૨૦ મિનટ લે છે. હવાઇમથક પર ઉતરાણ કર્યા પછી, વાહન લઈને રાણીપૌવા પહોંચવા માટે ૧.૫ કલાકનો સમય લાગે છે અને ત્યાંથી રાણીપૌવાથી મુક્

Date: 01/14/2010
Owner: JGPatel
Size: 53 items
nextlast
પુલહાશ્રમ માહિતિ

પુલહાશ્રમ માહિતિ

પુલહાશ્રમ માહિતિ

Date: 01/09/2011
Owner: swaminarayanworld
Views: 3719
Keywords: Pulhashram, Muktinath, પુલહાશ્રમ માહિતિ
પુલહાશ્રમ માહિતિ

પુલહાશ્રમ માહિતિ

પુલહાશ્રમ માહિતિ

Date: 01/09/2011
Owner: swaminarayanworld
Views: 4041
Keywords: Pulhashram, Muktinath, પુલહાશ્રમ માહિતિ
મુક્તિનાથ પરિસરનો નકશો

મુક્તિનાથ પરિસરનો નકશો

MAP OF MUKTINATH PARISAR

Date: 12/29/2018
Owner: JGPatel
Views: 908
Keywords: MAP OF MUKTINATH PARISAR
Pulhashram  પુલહાશ્રમ મુક્તિનાથ

Pulhashram પુલહાશ્રમ મુક્તિનાથ

મુક્તિનાથ ભગવાન

Date: 01/14/2010
Owner: JGPatel
Views: 3188
Keywords: યાત્રા, નેપાલ, પુલહાશ્રમ, Pulhashram, Muktinath
રાનીપૌઆ

રાનીપૌઆ

રાનીપૌઆ ધર્મશાલા પાસે...

Date: 08/27/2010
Owner: swaminarayanworld
Views: 2590
Keywords: રાનીપૌઆ, Labuor not avible, Pulhashram, Muktinath
Pulhashram  પુલહાશ્રમ મુક્તિનાથ

Pulhashram પુલહાશ્રમ મુક્તિનાથ

પર્વતમાળા

Date: 06/08/2009
Owner: JGPatel
Views: 3363
Keywords: યાત્રા, નેપાલ, પુલહાશ્રમ, Pulhashram, Muktinath
Pulhashram  પુલહાશ્રમ મુક્તિનાથ

Pulhashram પુલહાશ્રમ મુક્તિનાથ

3800 મીટર ઉંચાઈએ પુલહાશ્રમ મંદિર પરિસરમાં દાખલ થવાનો મુખ્ય દરવાજો

Date: 06/08/2009
Owner: JGPatel
Views: 3580
Keywords: યાત્રા, નેપાલ, પુલહાશ્રમ, Pulhashram, Muktinath
DSC03262.JPG

મુક્તિનાથ મંદિરના પરિસરના દરવાજા પાસે પ્રેયર વ્હીલ

Date: 06/17/2010
Owner: JGPatel
Views: 2426
Keywords: Muktinath, પ્રેયર વ્હીલ, Pulhashram
Pulhashram  પુલહાશ્રમ મુક્તિનાથ

Pulhashram પુલહાશ્રમ મુક્તિનાથ

પરિસરમાં એક રસ્તો

Date: 06/08/2009
Owner: JGPatel
Views: 3224
Keywords: યાત્રા, નેપાલ, પુલહાશ્રમ, Pulhashram, Muktinath
Pulhashram  પુલહાશ્રમ મુક્તિનાથ

Pulhashram પુલહાશ્રમ મુક્તિનાથ

ગંડકી નદીની 108 ધારાઓ

Date: 06/08/2009
Owner: JGPatel
Views: 3010
Keywords: યાત્રા, નેપાલ, પુલહાશ્રમ, Pulhashram, Muktinath
Pulhashram  પુલહાશ્રમ મુક્તિનાથ

Pulhashram પુલહાશ્રમ મુક્તિનાથ

108 ગૌમુખ જલધારામાં સ્નાન

Date: 01/14/2010
Owner: JGPatel
Views: 3034
Keywords: યાત્રા, નેપાલ, પુલહાશ્રમ, Muktinath, Pulhashram
Pulhashram  પુલહાશ્રમ મુક્તિનાથ

Pulhashram પુલહાશ્રમ મુક્તિનાથ

108 ગૌમુખ જલધારામાં સ્નાન

Date: 01/14/2010
Owner: JGPatel
Views: 2750
Keywords: યાત્રા, નેપાલ, પુલહાશ્રમ, 108 Dharas, Pulhashram, Muktinath
Pulhashram  પુલહાશ્રમ મુક્તિનાથ

Pulhashram પુલહાશ્રમ મુક્તિનાથ

મુક્તિનાથ ભગવાનના મંદિરનો દરવાજો. અંદર ફોટો લેવાની મનાઇ છે.

Date: 01/14/2010
Owner: JGPatel
Views: 2801
Keywords: યાત્રા, નેપાલ, પુલહાશ્રમ, Pulhashram, Muktinath
DSC03289.JPG

મુક્તિનાથ મંદિર (અંદર ફોટા પાડવાની મનાઇ છે)

Date: 06/17/2010
Owner: JGPatel
Views: 1435
Keywords: Pulhashram, Muktinath
DSC01992.JPG

મુક્તિનાથનો દરવાજો

Date: 06/17/2010
Owner: JGPatel
Views: 1464
Keywords: Pulhashram, Muktinath
Ramunajacharya  શ્રી રામાનુજાચાર્ય

Ramunajacharya શ્રી રામાનુજાચાર્ય

મંદિરના સ્થાપક શ્રી રામાનુજાચાર્ય

Date: 06/08/2009
Owner: JGPatel
Views: 2439
Keywords: યાત્રા, નેપાલ, પુલહાશ્રમ, Pulhashram, Muktinath
લેખ

લેખ

લેખ

Date: 08/27/2010
Owner: swaminarayanworld
Views: 1473
Keywords: Pulhashram, Muktinath
Pulhashram  પુલહાશ્રમ મુક્તિનાથ

Pulhashram પુલહાશ્રમ મુક્તિનાથ

ભગવાન શ્રી સ્વામિનારાયણ

Date: 06/08/2009
Owner: JGPatel
Views: 2390
Keywords: યાત્રા, નેપાલ, પુલહાશ્રમ, Muktinath, Pulhashram
Pulhashram  પુલહાશ્રમ મુક્તિનાથ

Pulhashram પુલહાશ્રમ મુક્તિનાથ

પુલહાશ્રમ-મુક્તિનાથ, નીલકઠવર્ણી છત્રી

Date: 01/14/2010
Owner: JGPatel
Views: 2636
Keywords: યાત્રા, નેપાલ, પુલહાશ્રમ, Muktinath, Shree Nilkanth, Pulhashram
Pulhashram  પુલહાશ્રમ મુક્તિનાથ

Pulhashram પુલહાશ્રમ મુક્તિનાથ

જ્વાલા મંદિર

Date: 01/14/2010
Owner: JGPatel
Views: 2330
Keywords: યાત્રા, નેપાલ, પુલહાશ્રમ, Pulhashram, Muktinath
Pulhashram  પુલહાશ્રમ મુક્તિનાથ

Pulhashram પુલહાશ્રમ મુક્તિનાથ

જ્વાલા મંદિરમાં ભગવાન અવલોકિતેશ્વર

Date: 01/14/2010
Owner: JGPatel
Views: 2293
Keywords: યાત્રા, નેપાલ, પુલહાશ્રમ, jwala mandir
Pulhashram  પુલહાશ્રમ મુક્તિનાથ

Pulhashram પુલહાશ્રમ મુક્તિનાથ

પાતાળગંગા

Date: 01/14/2010
Owner: JGPatel
Views: 2289
Keywords: યાત્રા, નેપાલ, પુલહાશ્રમ, Pulhashram, Muktinath
Pulhashram પુલહાશ્રમ મુક્તિનાથ

Pulhashram પુલહાશ્રમ મુક્તિનાથ

મુક્તિનાથ પરિસરમાં શિવ-પાર્વતી મંદિર

Date: 01/14/2010
Owner: JGPatel
Views: 2324
Keywords: યાત્રા, નેપાલ, પુલહાશ્રમ, Pulhashram, Muktinath
Pulhashram પુલહાશ્રમ મુક્તિનાથ

Pulhashram પુલહાશ્રમ મુક્તિનાથ

શિવપાર્વતી મંદિરમાં શિવલીંગ

Date: 01/14/2010
Owner: JGPatel
Views: 2206
Keywords: યાત્રા, નેપાલ, પુલહાશ્રમ, Pulhashram, Muktinath
Pulhashram પુલહાશ્રમ મુક્તિનાથ

Pulhashram પુલહાશ્રમ મુક્તિનાથ

મુક્તિનાથ પરિસરમાં વિષ્ણુ મંદિર

Date: 01/14/2010
Owner: JGPatel
Views: 2219
Keywords: યાત્રા, નેપાલ, પુલહાશ્રમ, Pulhashram, Muktinath
nextlast
Page: 1 2 3
Powered by Gallery v2.3