Login
Gallary ધાર્મિક સ્થળોના ફોટા Nepal નેપાલ પુલહાશ્રમ - Muktinath - Nepal Pulhashram પુલહાશ્રમ મુક્તિનાથ
Advanced Search
View Slideshow

પુલહાશ્રમ - Muktinath - Nepal

1. પુલહાશ્રમ... ... 15. DSC01992.JPG 16. Ramunajacha... 17. લેખ 18. Pulhashram ... 19. Pulhashram ... 20. Pulhashram ... 21. Pulhashram ... ... 53. DSC03476MUK...

Random Image

ભૂતપુરી- મંદિર
 
 

ભૂતપુરી- મંદિર

Date: 05/25/2014 Views: 1226

Pulhashram પુલહાશ્રમ મુક્તિનાથ

વિષ્ણુપાદુકા (નિલકંઠવર્ણી મંદિર)-

મુક્તિનાથ (પુલહાશ્રમ)ના પરિસરના મધ્યભાગમાં આ જગ્યાએ શ્રી ઘનશ્યામ મહારાજે વનવિચરણ દરમ્યાન નિલકંઠવર્ણી સ્વરુપે એક પગે ઊભા રહી બે ભૂજા ઊંચી કરી ચાતુર્માસના ચાર મહિના તપ કરેલું છે. આ સ્થાને કાલુપુર શ્રીસ્વામિનારાયણ મંદિર અમદાવાદ તરફથી એક મોટી છત્રી બનાવી તેમાં તપ મુદ્રા સ્વરુપમાં શ્રી નિલકંઠવર્ણીનું આરસનું સુંદર સ્વરુપ પધરાવવામાં આવ્યું છે. આશરે ૨૩૦ વર્ષ પહેલાં આ સ્થળે ભગવાને કરેલ તપને યાદ કરીને આપણે ઓછામાં ઓછામાં અકાદ બે કલાક બેસી ધ્યાન અને ભજન કીર્તન કરીને આ યાત્રાનું ભાથું બાંધવા જેવું છે. નેપાળમાં બીજાં ઘણા યાત્રાના સ્થળો હશે પણ શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના આશ્રિતો આ યાત્રા સ્થળ સર્વોપરી છે. જીવનમાં એક વાર અવશ્ય આ સ્થળના દર્શન કરવા જેવા છે. હવે આ યાત્રા બહુ સુગમતાથી થાય છે.
નિલકંઠવર્ણીએ અહીં તપ કર્યા પછી આ સ્થળને પુલહાશ્રમ તરીકે ગણવામાં આવે છે.
નિષ્કુળાનંદ સ્વામીએ ભક્તચિંતામણીમાં પુલહાશ્રમનું વર્ણન આ પ્રમાણે કરેલ છે:
પછી પુલહ બ્રહ્માના સુતન,આવ્યું આશ્રમ તેનું પાવન,
અતિ ચમતકારી છે એહ, થાય સુખી સેવે જન જેહ,
તપ ફળ મળે તિયાં તરત, જિયાં તપ કર્યું આગે ભરત,
મુમુક્ષને છે સેવવા જેવું, જ્યાં શ્રીકૃષ્ણને છે નિત્ય રહેવું,
ચક્ર નદી જિયાં ચારે કોર, નાયા છે તેમાં ધરમકિશોર,
કરી ક્રિયા ત્યાં પાઠપૂજન, કર્યું મુક્તનાથનું દર્શન,
પછી ભરતે કર્યું તપ જિંયા,પોતે પણ બેઠા જઈ તિયાં,

સત્સંગીજીવનમાં શતાનંદ મુનિ કહે છે:
સુવ્રતમુનિ કહે છે, હે રાજન ! દર્શન માત્રથી પાવન કરનાર તત્કાળ તપની સિદ્ધિ આપનાર અને મુમુક્ષુજનોએ આશ્રય કરવા યોગ્ય એવા પુલહાશ્રમનાં ભગવાન શ્રીહરિએ દર્શન કર્યાં.૧
જે આશ્રમમાં ભક્તવત્સલ ભગવાન શ્રીકૃષ્ણ પોતાના ભક્તજનો ઉપર અતિશય વાત્સલ્ય ભાવ હોવાથી તેને અપેક્ષિત રૂપને ધારણ કરી નિરંતર નિવાસ કરીને રહે છે.૨
હે રાજન્ ! આ આશ્રમમાં પૂર્વે ઋષભદેવના પુત્ર ભરતજીએ તપશ્ચર્યા કરી છે, તેમજ અહીં સ્નાન માત્રથી અતિપાવન કરનાર ગંડકી નદી આશ્રમની ચારે તરફ ચક્રાકારે વહી રહી છે.૩
ભગવાન શ્રીહરિએ તે મહા પવિત્ર નદીમાં સ્નાન કરી પોતાનો નિત્યવિધિ કરી ભગવાન વિષ્ણુના અર્ચા સ્વરૂપે બિરાજતા મુક્તનાથ ભગવાનનું દર્શન અને પૂજન કરી મહા તપસ્વી શ્રીહરિએ ભરતજીના જ તપોસ્થાનમાં પોતાનો નિવાસ કર્યો અને ભરતજીની જેમ જ વિષ્ણુની આરાધના કરવા લાગ્યા.૪-૫
ભરતજીને જેમ મૃગબાળક ઉપર દયા કરવાથી ભગવાનની આરાધનામાં જે વિઘ્ન થયું હતું તેનું મનમાં સતત અનુસંધાન રાખી શ્રીહરિ હમેશાં નિઃસંગપણે વર્તતા હતા.૬ સ.જી. પ્ર-૧ અ-૪૪
હે વિપ્રવર્ય ! બુદ્ધિમાન ભરત મહારાજા ભક્તિપૂર્વક એક ભગવાન શ્રીવાસુદેવની જ આરાધના કરવાની ઇચ્છાથી સ્ત્રી, પુત્ર, ધન તથા રાજ્યનો ત્યાગ કરી પુલહાશ્રમમાં પધાર્યા.૬
શાંત, મુમુક્ષુ અને પંચ વિષયોમાં વિરક્ત એવા ભરતજી માત્ર એકલાજ રહી ગંડકી નદીને કિનારે ભગવાન શ્રીહરિની આરાધના કરવા લાગ્યા.૭
ફળ, મૂળ, કંદ, જળ અને તુલસીપત્ર વગેરે ઉપહારોથી શ્રીહરિનું પૂજન કરતા ભરતજી ભગવાનમાં અતિશય પ્રેમઘેલા થવાથી પૂજાના ક્રમને પણ ભૂલી જતા હતા.૮ (સ.જી પ્ર ૨ અ-૧૪)
સુવ્રતમુનિ કહે છે, હે રાજન ! દર્શન માત્રથી પાવન કરનાર તત્કાળ તપની સિદ્ધિ આપનાર અને મુમુક્ષુજનોએ આશ્રય કરવા યોગ્ય એવા પુલહાશ્રમનાં ભગવાન શ્રીહરિએ દર્શન કર્યાં.૧
જે આશ્રમમાં ભક્તવત્સલ ભગવાન શ્રીકૃષ્ણ પોતાના ભક્તજનો ઉપર અતિશય વાત્સલ્ય ભાવ હોવાથી તેને અપેક્ષિત રૂપને ધારણ કરી નિરંતર નિવાસ કરીને રહે છે.૨
હે રાજન્ ! આ આશ્રમમાં પૂર્વે ઋષભદેવના પુત્ર ભરતજીએ તપશ્ચર્યા કરી છે, તેમજ અહીં સ્નાન માત્રથી અતિપાવન કરનાર ગંડકી નદી આશ્રમની ચારે તરફ ચક્રાકારે વહી રહી છે.૩
ભગવાન શ્રીહરિએ તે મહા પવિત્ર નદીમાં સ્નાન કરી પોતાનો નિત્યવિધિ કરી ભગવાન વિષ્ણુના અર્ચા સ્વરૂપે બિરાજતા મુક્તનાથ ભગવાનનું દર્શન અને પૂજન કરી મહા તપસ્વી શ્રીહરિએ ભરતજીના જ તપોસ્થાનમાં પોતાનો નિવાસ કર્યો અને ભરતજીની જેમ જ વિષ્ણુની આરાધના કરવા લાગ્યા.૪-૫ (સ.જી. પ્ર -૧ અ-૪૪)

ભૂમાનંદમુનિ સ્વામી પણ શ્રીઘનશ્યામલીલામૃતસાગરમાં વર્ણન કરે છે કે:
કાળો ને શ્વેત શિખરી નામ, આપ વિચરશો તેહ ઠામ । પછે હિમગિરિમાં ફરશો, કૈક યોગી કૃતારથ કરશો ।।૨૨।।
ત્યાંથી પધારશો તમે પરમ, પ્રભુજી પ્રેમે પુલહાશ્રમ । તપ કરશો કઠણ તન, થાશે સૂર્યદેવ ત્યાં પ્રસન્ન ।।૨૩।।
વધારેમાં----
સર્વતણું શુભ કરવા માટે, દ્વિજકુળમાં તનુ ધારી । તપ કરવાનું કારણ એછે, હરિજનના હિતકારીરે ।।બાલા૦ ।।૩૫।।
આ મહાપ્રભુની કૃપાવડેથી, સઘળા મોટપ પામ્યા । ભવ બ્રહ્માદિ નારદ સારદ, સંકટ સર્વે વામ્યારે ।।બાલા૦ ।।૩૬।।
આપણને ઉપદેશક થઈને, તપની રીતિ બતાવે । સાવચેત યોગીને રેવું, માયાપાસ ન આવેરે ।।બાલા૦ ।।૩૭।।
ઋષભદેવનાપુત્ર ભરતજી, બેઠા આંહિ થઈ ત્યાગી । આ સ્થળમાં ગફલત રાખી તો, મૃગની માયા લાગીરે ।। બાલા૦ એમ પ્રશંસા કરે તપસ્વી, ભયહારીને ભાળી । ધન્ય ધન્ય બાલાયોગીને, આ તપમાં હદ વાળીરે ।।બાલા૦ ચાતુર્માસ જે ચોમાસાના, સ્વામીયે તપ ધરીયું । પ્રબોધની આવી એમ કરતાં, ત્યારે પૂરણ કરીયુંરે ।।બાલા૦ ।।૪૦।।

Date: 06/08/2009
Owner: JGPatel
nextlast
first previous
Pulhashram  પુલહાશ્રમ મુક્તિનાથ
nextlast
first previous
Powered by Gallery v2.3