Login
Gallary ધાર્મિક સ્થળોના ફોટા Nepal નેપાલ પુલહાશ્રમ - Muktinath - Nepal Pulhashram પુલહાશ્રમ મુક્તિનાથ
Advanced Search
View Slideshow

પુલહાશ્રમ - Muktinath - Nepal

1. પુલહાશ્રમ... ... 10. Pulhashram ... 11. Pulhashram ... 12. Pulhashram ... 13. Pulhashram ... 14. DSC03289.JPG 15. DSC01992.JPG 16. Ramunajacha... ... 53. DSC03476MUK...

Random Image

અયોધ્યા Ayodhya
 
 

અયોધ્યા Ayodhya

Date: 12/07/2009 Views: 2268

Pulhashram પુલહાશ્રમ મુક્તિનાથ

મુક્તિનાથ ભગવાનના મંદિરનો દરવાજો
પુલહાશ્રમ-મુકિતનાથ
પ્રાચીન સમયમાં બ્રહ્માના પુત્ર પુલહ ઋષિએ આ સ્થળે તપ કરેલ તેથી આ પુલહાશ્રમ તરીકે ઓળખાય છે. નેપાળમાં આ સ્થળ મુકિતનાથ ક્ષેત્ર તરીકે ઓળખાય છે.મુકિતનાથ મુસ્તાંગ જિલામાં જોમસોમથી ૧૮ કી.મી. દૂર ઊત્તર-પૂર્વ દિશામાં આવેલું છે. ઉંચાઈ ૩૭૪૯ મી. છે. એમ માનવામાં આવે છે કે આ મંદિરમાં મુકિતનાથ ( મુકિત એટલે નિર્વાણ-મોક્ષ આપનાર, નાથ એટલે ભગવાન)ના દર્શન કરો એટલે તમારા દરેક દુખ - શોકમાંથી તમે મુકત થઈ જશો. પુલહાશ્રમ ખૂબ પ્રાચીન તીર્થ છે. આ તીર્થ એકલા સ્વામિનારાયણ સંપ્રદાય પુરતું નથી. અનેક પુરાણ શાસ્ત્રો (ભાગવત-પંચમ-સપ્તમ સ્કંધ, સ્કંધપુરાણ, પદ્મપુરાણ, વાલ્મિકી રામાયણ, મહાભારતના મોક્ષધર્મમાં તથા દક્ષિણમાં રામાનુજાચાર્ય સંપ્રદાય) માં આ તીર્થના મહિમાનું વર્ણન કરેલ છે. આ બધા શાસ્ત્રોના કહેવા પ્રમાણે - નારદમુનિ યુધિષ્ઠિર રાજાને કહે છે કે આ બ્રહ્માંડની રચના સમયે સૌ પ્રથમ વિષ્ણુભગવાને અહીં હિમાલયના નિલગિરી પર્વતની તળેટીમાં તપ કરવાની શરુઆત કરી. ભગવાનની પત્નીઓ શ્રીદેવી અને ભૂદેવી સેવામાં રહ્યા. તે વખતે વિષ્ણુ ભગવાનના દર્શન માટે આવતા ભકતો (ઋષિઓ-દેવતાઓ) નું સ્વાગત આ બે પત્નીઓ કરતી. તે વખતે વિષ્ણુ ભગવાન ધ્યાનસ્થ હોવાથી પ્રસાદીની નિશાની રુપે બંને પત્નીઓ પોતાની સાડીનો પાલવ ફાડીને આપતા. અત્યારે પણ આ પ્રથા ચાલુ છે. પૂજારી એક ચિંદરડી ફાડીને આપે છે. તે લક્ષ્મીની સાડીની નિશાની રુપે આપે છે. ભકતોને આ અમુલ્ય પ્રસાદી મળે છે.

ભગવાન વિષ્ણુ અહ શાલીગ્રામ રુપે બિરાજે છે, ભગવાન શંકર જલમાં અગ્નિ(જયોતિ)રુપે બિરાજે છે, અન્ય દેવદેવીઓ પહાડ,પથ્થર,નદી,ઝરણાં અને વૃક્ષોનું રુપ ધારણ કરીને રહે છે એટલે આ ક્ષેત્ર મુકિત આપનાર હોવાથી મુકિતક્ષેત્ર અને વિષ્ણુનારાયણને મુકિતનાથ કહે છે.

Date: 01/14/2010
Owner: JGPatel
nextlast
first previous
Pulhashram  પુલહાશ્રમ મુક્તિનાથ
nextlast
first previous
Powered by Gallery v2.3