Login
Gallary ધાર્મિક સ્થળોના ફોટા ORISSA / ODISHA ઓરિસા Jagannath Puri- જગન્નાથપુરી
Advanced Search
View Slideshow

ORISSA / ODISHA ઓરિસા

1. Jagannath... 2. Kornark-કોણ... 3. Sakhigopal ... 4. Bhubaneswar...

Random Image

ગઢડા
 
 

ગઢડા

Date: 07/17/2010 Views: 514

Jagannath Puri- જગન્નાથપુરી

જગન્નાથપુરી
હિન્દુઓના ચાર ધામ પૈકીનું આ એક ધામ છે. એમ કહેવાય છે કે બદરીનાથ ધામ સત્યયુગનુ, રામેશ્વર ધામ ત્રેતાયુગનુ, દ્વારિકા ધામ દ્વાપરનુ અને પુરી ધામ કળિયુગનુ છે.

જગન્નાથ મંદિર:- આ વિશાળ મુખ્ય મંદિરના અધિષ્ઠાતા દેવ છે- શ્રીજગન્નાથજી(શ્રીકૃષ્ણ). મંદિરમાં કૃષ્ણ, બલરામ અને સુભદ્રાજી એમ ત્રણ મૂર્તિઓ છે. મૂર્તિઓ અપૂર્ણ છે. આ મંદિરમાં લગભગ બે હજાર પૂજારીઓ છે તથા બીજા 20 હજાર અન્ય લોકો મંદિરની અન્ય સેવામાંથી આજીવીકા મેળવે છે. અહીં મુખ્ય ઉત્સવ રથયાત્રાનો છે. શ્રીજગન્નાથ મંદિરના પરિસરમાં જ વિશ્વનાથ લિંગ, અજાનનાથ ગણેશ, સત્યનારાયણ, સિધ્ધ ગણેશ, બ્રહ્માસન, લક્ષ્મી મંદિર, સૂર્યમંદિર વગેરે અનેક મંદિરો છે.
શ્રીજગન્નાથજીના મહાપ્રસાદનો મહિમા જગવિખ્યાત છે. આ મહાપ્રસાદમાં છૂતાછૂતનો દોષ માનવામાં આવવો નથી. શ્રી વલ્લભાચાર્ય મહાપ્રભુ પુરી પધાર્યા ત્યારે એકાદશીના દિવસે જ કોઇએ તેમની પરીક્ષા માટે તેમને દર્શન કરતી વખતે જ મહાપ્રસાદ આપ્યો. મહાપ્રભુજીએ પ્રસાદ હાથમાં લઇને તેમનું સ્તવન ચાલું કર્યું. એકાદશીનો આખો દિવસ અને રાત્રી સ્તવન કર્યા કર્યું. બીજા દિવસે દ્વાદશીને દિવસ સ્તવનની સમાપ્તિ કરીને પ્રસાદ ગ્રહણ કર્યો. આ પ્રકારે તેમણે પ્રસાદ અને એકાદશી એમ બંન્નેનો આદર કર્યો.

સ્વર્ગદ્વાર :- મંદિરની નજીક જ સમુદ્રતટ છે જેને સ્વર્ગદ્વાર કે મહોદધિ કહે છે. અહીં ચક્રતીર્થ છે. મંદિરમાં દર્શન કરવા જતા પહેલા અહીં કે મંદિરમાં જ આવેલ રોહીણીકુંડમાં સ્નાન કરવામં આવે છે. રોહીણીકુંડમાં સુદર્શનચક્રનો પડછાયો પડે છે.

ગોંડીયા ( ગુડીચા ) મંદિર:- જનકપુરીમાં આ મંદિર આવેલ છે. અહીં કોઇ મૂર્તિ નથી ફક્ત સભાભવનમાં લક્ષ્મીજીની મૂર્તિ છે. રથયાત્રા વખતે ત્રણે રથ અહીં સાત દિવસ રાખવામાં આવે છે. પછી રથ મુખ્ય મંદિર પાછા લઇ જવામાં આવે છે. મુખ્ય મંદિરથી આ મંદિર 2 કી. મી. દુર છે.

ઇન્દ્રધુમ્ન સરોવર:- જનકપુરમાં આવેલું છે. આ પવિત્ર સરોવરમાં નીલકંઠવર્ણી સ્નાન કરતા. ઇન્દ્રધ્રુમ્ન સરોવરના કાંઠા ઉપર ઇન્દ્રધ્રુમ્ન રાજાનું મંદિર છે તેમાં નિલકંઠવર્ની રહ્યા હતા. તેમણે દસ હજાર અસુરોનો નાશ અહીં કરેલો. ચંદન તળાવમાં પ્ણ નિલકઠવર્ણી સ્નાન કરતા. ઇન્દ્રધ્રુમ્ન સરોવરના કિનારે સુવ્રતમુનિએ પ્રતાપસિંહ રાજાને સત્સંગીજીવનની કથા સંભળાવેલ છે. નજીકમાં જ માર્કંન્ડેય સરોવર છે.

શંકરાચાર્ય મઠ:- પુરીમાં લગભગ 70 જેટલાં મઠો છે જેમાં તીર્થયાત્રીઓને રહેવાની પણ સગવડ છે. તેમાં શંકરાચાર્ય મઠ ( ગોવર્ધન પીઠ) અને ગંભીરા મઠ (રાધાકાંત મઠ) મુખ્ય છે.

ગંભીરા મઠ :- અહીંયા શ્રી ચૈતન્ય મહાપ્રભુજી 18 વર્ષ રહ્યા હતા. તેમની પાદુકાઓ, કમંડલુ વગેરે અહીં સુરક્ષિત રાખવામાં આવ્યા છે. આ મઠને શ્રી રાધાકૃષ્ણમઠ પણ કહેવામાં આવે છે. અહીં શ્રીરાધા-કૃષ્ણ્ની મનોહર મૂર્તિઓ છે. અંદર ગંભીરા મંદિર છે.
આ ઉપરાંત દરિયા હનુમાન, લોકનાથ મંદિર, સિધ્ધબકુલ (વૃક્ષ) વગેરે દર્શનીય સ્થળો છે.

નિલકંઠવર્ણી અહીં દસ માસ રોકાયા હતા. અને અનેક લીલાઓ કરી હતી.

ભૂવનેશ્વરથી પુરી 52 કી. મી. દૂર છે.

Maha-Tirtha" or "Mahodadhi" - A Great Ocean

Like holy Ganga and Yamuna rivers, the ocean at Puri is a purifying sacred place of pilgrimage. The golden beach of Puri is considered as the greatest among the Tirthas (Tirtharaj) mainly due to the fact that the sacred Daru or the log from which the idols of Lord Jagannath, Balabhadra, Subhadra were made came floating in the sea.

During Nama-acarya Srila Haridasa Thakura's samadhi ceremony, Lord Sri Chaitanya Mahaprabhu bathed his transcendental body in the sea and declared, "From today onwards, this sea has become a great pilgrimage site, samudra ei maha-tirtha." Every day, Sri Chaitanya Mahaprabhu would bathe in the ocean and take darsana of the nila-cakra of Lord Jagannatha's temple, offering obeisances to it. He also instructed His devotees to follow His example and perform these practices.

નકશામાં પુરી જોવા માટે અહીં ક્લીક કરો

નકશામાં જગન્નાથપુરીના સ્થળો જોવા માટે અહીં ક્લીક કરો

City map for Jagannath Puri[/url]

Date: 10/28/2012
Owner: JGPatel
Size: 12 items
Temple-Jagannath copy

Temple-Jagannath copy

જગન્નાથ મંદિર

Date: 04/21/2014
Owner: JGPatel
Views: 1625
જગન્નાથપુરી

જગન્નાથપુરી

ચક્રતિર્થ

Date: 05/29/2014
Owner: JGPatel
Views: 1690
Keywords: જગન્નાથપુરી, ચક્રતિર્થ
જગન્નાથપુરી

જગન્નાથપુરી

જગન્નાથપુરી

Date: 05/29/2014
Owner: JGPatel
Views: 1506
Keywords: જગન્નાથપુરી
જગન્નાથપુરી

જગન્નાથપુરી

જગન્નાથપુરી

Date: 05/29/2014
Owner: JGPatel
Views: 1421
જગન્નાથપુરી

જગન્નાથપુરી

ઇન્દ્રધ્રુમ્ન સરોવર

Date: 05/29/2014
Owner: JGPatel
Views: 1565
Keywords: ઇન્દ્રધ્રુમ્ન સરોવર
જગન્નાથપુરી

જગન્નાથપુરી

ઇન્દ્રધ્રુમ્ન સરોવર

Date: 05/29/2014
Owner: JGPatel
Views: 1527
જગન્નાથપુરી

જગન્નાથપુરી

ગોંડિયા મંદિર

Date: 05/29/2014
Owner: JGPatel
Views: 2569
Keywords: ગોંડિયા મંદિર
જગન્નાથપુરી

જગન્નાથપુરી

ચંદન (નરેન્દ્ર) તળાવ

Date: 05/29/2014
Owner: JGPatel
Views: 1972
Keywords: ચંદન (નરેન્દ્ર) તળાવ
જગન્નાથપુરી

જગન્નાથપુરી

ચંદન (નરેન્દ્ર) તળાવ

Date: 05/29/2014
Owner: JGPatel
Views: 1867
Keywords: ચંદન (નરેન્દ્ર) તળાવ
જગન્નાથ પુરી

જગન્નાથ પુરી

જગન્નાથ પુરી દરિયો

Date: 05/29/2014
Owner: JGPatel
Views: 507
no thumbnail

ગંભીરા મઠ :- અહીંયા શ્રી ચૈતન્ય મહાપ્રભુજી 18 વર્ષ રહ્યા હતા. તેમની પાદુકાઓ, કમંડલુ વગેરે અહીં સુરક્ષિત રાખવામાં આવ્યા છે. આ મઠને શ્રી રાધાકૃષ્ણમઠ પણ કહેવામાં આવે છે. અહીં શ્રીરાધા-કૃષ્ણ્ની મનોહર મૂર્તિઓ છે. અંદર ગંભીરા મંદિર છે.

Date: 05/29/2014
Owner: JGPatel
Views: 517
puri

puri

પુરી જવા માટે અમદાવાદથી કઇ કઇ ટ્રેન મળે છે તે જુઓ. વિગત માટે www.erail.in વેબ સાઇટ પર શોધો

Date: 06/07/2019
Owner: JGPatel
Views: 150
     
Page: 1
Powered by Gallery v2.3