Login
Gallary ધાર્મિક સ્થળોના ફોટા Tamil Nadu- તામિલનાડુ CHIDAMBARAM ચિદમ્બરમ
Advanced Search
View Slideshow

Tamil Nadu- તામિલનાડુ

1. Chennai ... ... 4. Sriperumbud... 5. pakshitirth... 6. Mahabalipur... 7. CHIDAMBARAM... 8. Kumbakonam ... 9. Thanjavur ... 10. Srirangam ... ... 24. Thiruvattar...

Random Image

Yumdand13
 
 

Yumdand13

Date: 08/23/2008 Views: 569

CHIDAMBARAM ચિદમ્બરમ

CHIDAMBARAM ચિદમ્બરમ: પુરાણ કથાઓ મુજબ કહેવાય છે કે પતંજલિ અને વ્યાઘ્રપાદ મુનિઓની પ્રાર્થનાથી તેમની સમક્ષ શિવજીએ નિજાનંદમાં નૃત્ય કરીને વિષ્ણુ, દેવો, ગાંધર્વો અને મનુષ્યોને નૃત્યકળા શીખવી. તે સમયે પાર્વતીજીને નૃત્યમાં ભાગ લેવાનું મન થયું. તેઓ પણ શિવજીના પ્રત્યેક અંગ-ભંગ-તાલને બેવડાવી પોતાના નૃત્ય બતાવતા ગયાં. છેવડે શિવજીએ નૃત્યમાં તાલબદ્ધતાથી પગથી પોતાના કાનના કુંડળો કાઢ્યા, અને પગથી પાછા પહેર્યા. નૃત્યનો આ પ્રકાર પાર્વતીજી માટે બેવડાવવાનું અશક્ય બન્યું ત્યારે તેમણે શિવજીનું મહત્વ સ્વીકાર્યું. આ રૂપક કથાનાં ઊંડાણમાં જઈશું એ પ્રકૃતિના બળાબળનું મહત્વ સમજાશે. ચિદંબરમ કાવેરી નદીના કાંઠે આવેલું છે.
ચિદમ્બરના મંદિરની વિશેષતા એ છે કે અહીં શિવલિંગ જ નથી. એ લિંગ વાયુનું બનેલું હોઇ કોઇ જોઇ શકતું નથી. પણ જ્યાં એ લિંગની સ્થાપના છે તે સ્થળ પણ હરકોઇને બતાવવામાં આવતું નથી. શિવલિંગને બદલે નટરાજની સુવર્ણ પ્રતિમા પૂજાય છે.
જ્યાં નટરાજની મૂર્તિ છે તેની સામેની ચિત સભામાં નટરાજે નૃત્ય કરેનું છે, એ નૃત્યનાં નજરોનજર દર્શન કરનાર ભક્ત ગોવિંદરાજ પેરુમલનું પણ અહીં મંદિર છે.
આ મંદિરની ઉત્પત્તીનો ઇતિહાસ પણ અદભુત કહેવાય તેવો છે. એક કાળે અહીં કેવળ અરણ્ય જ હતું. ઉત્તરનો રાજા સિંહવર્મા દક્ષિણના દિગ્વિજય માટે ફરતો ફરતો આ જંગલમાંથી જતો હતો. એક તળાવ પાસે તેણે પડાવ નાંખ્યો. તળાવમાં તે નાહ્યો તેથી તેની કાયા સોનાની બની ગઇ. અને તેથી તેણે અહીં દેવની સ્થાપના કરી. ચિતસભાની પાસેના કુવામાંથી પુષ્કળ સોનું મળી આવ્યું એ સોનામાંથી મંદિરનું છાપરું બનાવવામાં આવ્યું.



નકશામાં ચિદમ્બરમ- Chidambaram જોવા માટે અહીં ક્લીક કરો

Date: 11/09/2012
Owner: JGPatel
Size: 1 item
ચિદમ્બરમ

ચિદમ્બરમ

ચિદમ્બરમ

Date: 05/25/2014
Owner: JGPatel
Views: 863
Keywords: ચિદમ્બરમ, chidambaram
       
Page: 1
Powered by Gallery v2.3