Thiruvattar આદિકેશવ આ મંદિર તામ્રપર્ણી નદીના તટ પર છે. આ મંદિરમાં શેષશાયી ભગવાનની 16 ફૂટ લાંબી શ્યામ મૂર્તિ છે જેના ત્રણ દરવાજેથી દર્શન થાય છે. શેષશય્યા નીચે રાક્ષસ દબાયેલો છે.
અસુર કેસન અને કેસી બ્રહ્માના યજ્ઞમાં દખલ કરી દેવતાઓને હેરાન કરતા હતા, તેથી દેવોએ અસુરોનો નાશ કરવા ભગવાન વિષ્ણુને પ્રાર્થના કરી.વિષ્ણુ આવ્યા. કેશનને મારી નાખ્યો અને કેસીને પોતાની શેષશૈયા નિચે દબાવી દીધો તેથી કેસીની પત્નીએ ગંગાદેવી નદીને વિનંતી કરી. ગંગા અને તમરાઇબરાનની (બંન્ને નદીઓ) કેસીને છોડાવવા ભયંકર પૂર બનીને આવી. આ જોઇ ભૂદેવીએ પ્રવાહ અટકાવવા નાનો પર્વત બનાવી દીધો.નદીઓને પોતાની ભૂલ સમજાતા બે ભાગમાં વહેવા માંડી જાણે કે ભગવાનનો હાર હોય. ભગવાને અસુર કેશનનો નાશ કર્યો હતો તેથી ભગવાન આદી કેશવ તરીકે ઓળખાયા.
દરેક મંદિરો કરતાં અહીં ભગવાન વિરુધ્ધ દિશામાં સૂતા છે. મસ્તક દક્ષિણ દિશામાં છે અને પગ ઉત્તર દિશામાં છે. કાંચીપુરમમાં પણ આમ જ છે.
નીલકંઠવર્ણી અહીં પધારેલ છે.