Kumbakonam કુંભકોણમ
Kumbakonam કુંભકોણમ: કુંભકોણમમાં પુષ્કળ મંદિરો છે. એને મંદિરોનું શહેર કહીએ તો ચાલે. આટલાં બધા મંદિરો અહીં ક્યાંથી અને શા માટે આવ્યાં? જલપ્રલયમાં પૃથવી ગરક થઇ ગઇ. કલિયુગ માટે બ્રમ્હા જગતનું નવસર્જન કરવા લાગ્યા. પ્રલય કરનાર શંકરે તેમને કહ્યું, ‘બ્રમ્હાજી , સાંભળો, પૃથ્વીનો પ્રલય કરવા છતાં પણ મેં તેનું અમૃત આ કુંભમાં સંઘરેલું છે. પ્રલય પૂરો થાસે પછી આ કુંભ પૃથ્વી ઉપર પર્યટન કરશે અને એક અપવિત્ર સ્થળે વિરમશે. પૃથ્વી ઉપર તેનાથી વધુ પવિત્ર સ્થાન બીજું નહીં થાય. ‘ બ્રમ્હાએ પૃથ્વી પાછી ઠીક કરી દીધી. અમૃતકુંભ ફર્વા લાગ્યો. ફરતો ફરતો તે આ સ્થળે આવ્યો. શિવે કિરાતનું રુપ લઇ બાણ મારી કુંભને અહીં છેદ્યો. એ અમૃત અહીંના મહામાઘ તળાવમાં સંઘરાયું અને તેના ઉડેલા છાંટામાંથી અહીં અસંખ્ય તીર્થો ઉપજ્યા. કુંભકોનમની આસપાસ બીજાં 18 તીર્થ છે. કથા સિધ્ધ કરે છે કે અહીંના મુખ્ય દેવ કુંભેશ્વરનું લિંગ આ ઘડાનાં કાચલાંનું જ બનેલું છે.
નકશામાં કુંભકોનમ- Kumbakonam જોવા માટે અહીં ક્લીક કરો
|
Date: 11/09/2012
Owner: JGPatel
Size: 4 items
|