pakshitirth પક્ષીતીર્થ
પક્ષીતીર્થ
વેદગિરિ નામની એક નાનક્ડી ટેકરી પર (લગભગ 500 જેટલાં પગથીયા જેટલી ઉંચાઇએ ) આ પક્ષીતીર્થ આવેલું છે. અહીં ટોચે વેદગિરિશ્વરશંકરનિવાસ કરે છે. પૂજારી એવું કહે છે કે બે ગીધ ચિત્રકુટ પર તપશ્ર્યા કરે છે. ત્યાંથી તેઓ પ્રયાગ પાસે ત્રિવેણી સંગમમાં સ્નાન કરીને, બદરિનાથના દર્શન કરીને , બપોરના 12 વાગ્યની આસપાસ આ સ્થળે પ્રસાદ આરોગવા આવે છે. જો કે આ વાતને કોઇ પુરાનનું સમર્થન નથી. સ્થળપુરાણમાં ગીધ બનેલા મુનિની વાત આવે છે પન તે અજ્ઞાતરુપથી આ પર્વત ઉપર તપશ્ર્યા કરે છે તેથી દેખાવાને વાત નથી. આ વેદગિરિ પર્વત ઘણો પવિત્ર મનાય છે. તેના શિખરમાં સામવેદ, મધ્યમાં યજુર્વેદ અને મૂળમાં ઋગ્વેદ હોવાનું મનાય છે. એમ કહેવાય છે કે ભગવાન શંકરની આજ્ઞાથી નંદીશ્વરે કૈલાસના ત્રણ શિખરોની સ્થાપના પૃથવી પર કરી હતી તેમાં એક શ્રીશૈલમ બીજું શ્રી કાલહસ્તી અને ત્રીજું આ વેદગિરિ છે. આ ત્રણે પર્વતો પર શંકરનો અખંડ નિવાસ મનાય છે.
નકશામાં પક્ષીતીર્થ જોવા માટે અહીં ક્લીક કરો
|
Date: 10/28/2012
Owner: JGPatel
|