Chhapaiya છપૈયા
Chhapaiya
અહીં સ્વામિનારાયણ મંદિરમાં ઉતારાની અને જમવાની સંપૂર્ણ વ્યવસ્થા છે.
.
નકશામાં છપૈયા જોવા માટે અહીં ક્લીક કરો.
સર્વાવતારી શ્રી સ્વામિનારાયણ ભગવાન શ્રી ઘનશ્યામ સ્વરુપે આ છપૈયા ગામમાં સંવત 1837 ના ચૈત્ર સુદ નવમીના દિવસે પ્રગટ્યા હતા. સ્વામિનારાયણ સંપ્રદાય માટે આ સર્વોપરી તિર્થ છે.
આ છપૈયાની ભૂમિના દર્શન કરતાં મનોવૃત્તિઓ શાંત થઇ જાય છે. છપૈયાની પ્રદક્ષિણા કરવાનું શાસ્ત્રમાં વિધાન છે.
અમદાવાદથી અયોધ્યા (કિ. મી. 1410) જવામાટે ટ્રેનની વિગત----ટ્રેન નં-19165(દરભંગા - બિહાર સુધી)/19167(વારાણસી સુધી) સાબરમતી એક્ષપ્રેસ વાયા ઉજ્જૈન-ઝાંસી-કાનપુર-અયોધ્યા. અમદાવાદથી ઉપડવાનો ટાઇમ સાંજે 20-45 કલાકે. અયોધ્યા પહોંચે ક.31-મી.43 પછી સવારે 4-28 કલાકે.
અયોધ્યાથી અમદાવાદ આવવા માટે ટ્રેન નં.-19166 (દરભંગાથી)/19168(વારાણસીથી) . અયોધ્યાથી ઉપડવાનો સમય સાંજે 18-14 કલાકે. અમદાવાદ પહોંચે ક. 31-મી. 43 પછી સવારે 3-45 કલાકે.
ટ્રેન નં ૧૯૧૬૭ અને ૧૯૧૬૮ માં બૂકિંગ કરાવવું જેથી સહેલાઈથી ટિકીટ મળે અને ભીડ ન હોય.
તેમના જન્મથી લઈ તેમના સ્વધામગમન સુધી તેઓ ક્યાં કેટલો સમય રહ્યા તેની નોંધ નીચે મુજબ છે.
વર્ષ માસ દિવસ
૧. બાલ્યાવસ્થા – છપૈયા અને અયોધ્યા ૧૧ ૩ ૧
૨. વન-વિચરણ, તીર્થાટન ૭ ૧ ૧૧
૩. લોજ ગામમાં મુક્તાનંદ સ્વામી સાથે ૧૦ ૬
૪. સદ્.રામાનંદ સ્વામી સાથે ૧ ૫ ૧૬
૫. દાદાખાચરના દરબારમાં નિવાસ અને ગુજરાતમાં વિચરણ ૨૮ ૨ ૨૭
કુલ ૪૯ ૭ ૧
|
Date: 01/14/2010
Owner: JGPatel
Size: 78 items
|