Login
Gallary ધાર્મિક સ્થળોના ફોટા Uttar Pradesh ઉત્તરપ્રદેશ shukratal
Advanced Search
View Slideshow

Uttar Pradesh ઉત્તરપ્રદેશ

1. Chhapaiya... ... 4. mathura 5. અલ્હાબાદ/... 6. Sitamadhi... 7. shukratal 8. Neemsar... 9. કાલ્પી 10. Gorakhpur...

Random Image

Chhapaiya  છપૈયા
 
 

Chhapaiya છપૈયા

Date: 01/14/2010 Views: 1278

shukratal

5000 હજાર વર્ષ પહેલા શુકતાલમાં અહીં અક્ષયવટ નિચે શ્રી શુકદેવજીએ અર્જુનના પૌત્ર પરિક્ષિત રાજાને શ્રીમદભાગવતની કથા સંભળાવી હતી.
શુકતાલ, શુક્રતાલ કે શુક્ર તીર્થ નામે જાણીતા આ તીર્થમાં આજે પણ એ વડ વૃક્ષ ઊભું છે જે પ્રથમ ભાગવત પઠનનું સાક્ષી બન્યું હતું. સાડા પાંચ હજાર વર્ષ પૂર્વેથી અડીખમ ઊભેલા આ વટવૃક્ષને ચીર યૌવનનું વરદાન છે. એટલે જ પાનખર ઋતુમાં પણ એનાં પાંદડાં ખરતાં નથી. તેમ જ અન્ય વડની જેમ એને વડવાઈ નથી. અસંખ્ય શાખા, પ્રશાખાયુક્ત વિશાળ ઘેરાવો ધરાવતા આ તરુવરની છાયામાં જવા, બેસવા માત્રથી એક અલૌકિક અનુભૂતિ થાય છે. વૃક્ષના સંકુલમાં જ શુકદેવ અને રાજા પરીક્ષિતની મૂર્તિ ધરાવતું નાનું ચરણદાસ મંદિર છે. તો એ પરિસરમાં જ વિઠ્ઠલ મંદિર, યજ્ઞશાળા, ગૌશાળા અને સંસ્કૃત વિદ્યાલય સહિત અનેક પ્રાચીન-અર્વાચીન દેવાલયો છે. જોકે હજારો વર્ષ પૂર્વેના આ સ્થળે નાનાં મંદિરો, દેવાલયો, દેરીઓ બન્યાં, ધ્વસ્ત થયાં, પુનઃ નિર્માણ પામ્યાં. પરંતુ હાલ જે ગુલાબી મંદિર ઊભું છે એ લગભગ ૧૩૦-૧૩૫ વર્ષ પહેલાં બનેલું છે. ૧૫૦ ફીટની ઊંચી ટેકરી પર આવેલું અક્ષય વટ વૃક્ષના આ પરિસરમાં જ અનેક કથા હૉલ પણ છે જ્યાં ભક્તો દ્વારા બારે મહિના ભાગવત સપ્તાહ કરાવાતી રહે છે. વર્ષના ખાસ દિવસોમાં તો અહીં એકસાથે ત્રણ-ચાર કથા ચાલતી હોય એવું પણ બને છે. સ્થાનિકો અને મુઝફ્ફરપુર જિલ્લાના રહેવાસી શ્રદ્ધાળુઓનું તો અહીં આવાગમન રહે જ છે. એ સાથે મહારાષ્ટ્ર, કર્ણાટક, તામિલનાડુ તેમ જ ઉત્તર પ્રદેશના વૈષ્ણવ પરંપરાના ભક્તો પણ જીવનમાં એક વખત શુકતીર્થનાં દર્શનાર્થે આવવાનું પ્રયોજન કરે છે.

૬૮ તીર્થોમાં સર્વેશ્રેષ્ઠ મોક્ષદાયક તીર્થ ગણાતી આ પાવન ભૂમિની નજીકમાં જ ગંગા નદી વહે છે જે શુક્રતાલ તરીકે જાણીતી છે.




હરિદ્વારથી શુક્રતાલના રસ્તા(106 કીમી. NH-58) માટે અહીં ક્લીક કરો
.

નવી દિલ્હીથી શુક્રતાલના રસ્તા માટે અહીં ક્લીક કરો.



નકશામાં હરિદ્વારથી શુક્રતાલ જોવા માટે અહીં ક્લીક કરો




નકશામાં અયોધ્યાથી નૈમીક્ષારણ્ય અને શુક્રતાલ જોવા માટે અહીં ક્લીક કરો

Date: 03/30/2011
Owner: JGPatel
Size: 7 items
શુક્રતાલ, Shukratal

શુક્રતાલ, Shukratal

Date: 03/30/2011
Owner: JGPatel
Views: 1208
Keywords: શુક્રતાલ, Shukratal
શુક્રતાલ, Shukratal

શુક્રતાલ, Shukratal

શુક્રતાલ, Shukratal

Date: 03/30/2011
Owner: JGPatel
Views: 1506
Keywords: શુક્રતાલ, Shukratal
શુક્રતાલ, Shukratal

શુક્રતાલ, Shukratal

શુક્રતાલ, Shukratal

Date: 03/30/2011
Owner: JGPatel
Views: 849
શુક્રતાલ, Shukratal

શુક્રતાલ, Shukratal

Date: 03/30/2011
Owner: JGPatel
Views: 877
શુક્રતાલ, Shukratal

શુક્રતાલ, Shukratal

શુક્રતાલ, Shukratal

Date: 03/30/2011
Owner: JGPatel
Views: 2101
Keywords: શુક્રતાલ, Shukratal, પરિક્ષિત રાજા
હનુમાનજી

હનુમાનજી

હનુમાનજી

Date: 03/30/2011
Owner: JGPatel
Views: 1185
Keywords: હનુમાનજી
અક્ષયવટ નિચે

અક્ષયવટ નિચે

અક્ષયવટ નિચે

Date: 03/30/2011
Owner: JGPatel
Views: 915
     
Page: 1
Powered by Gallery v2.3