કન્યાકુમારી માતા ઉત્તરાભિમુખ બેઠા છે. આ ભારતનું દક્ષિણતમ બિંદુ છે. અહીંથી દક્ષિણદિશામાં દક્ષિણ ધ્રુવ સુધી હિંદી મહાસાગર ઠેઠ આઠ હજાર માઇલ સુધી પડેલો છે. વચ્ચે કોઇ જમીન નથી.
દક્ષિણને રંજાડનાર બંડાસુરનો નાશ કરવા માટે પાર્વતીને કુંવારી કન્યાનું રુપ લેવું પડ્યું. હિરણ્યકશ્યપની માફક આ દાનવે પણ બહુ ચતુરાઇથી વરદાન માગ્યું હતું : હું આથી ન મરું, તેથી ન મરું, પણ કુંવારી કન્યાનું નામ લેવાનું એ ભૂલી ગયો. પાર્વતી ક્ન્યાકુમારી બન્યા. રાક્ષસને હણ્યો અને શિવની સાથે લગ્નની વાટ જોતાં બેઠાં. લગ્નનું મુહૂર્ત આવ્યું છતાં શિવ ન આવ્યા. મુહૂર્ત વીતી ગયું. પાર્વતીદેવી ખીજાયાં. લગ્નનાં કંકુ – ચોખા દરિયામાં ફેંકી દીધા. અને એ જન્મ એમણે કુંવારા રહીને જ વિતાવ્યો. પાર્વતીના એ ચોખા હજી પણ દરિયામાંથી મળે છે અને એ ચોખા પિવડાવ્યાથી સ્ત્રીને પ્રસુતી સરળ રીતે થાય છે એમ માની પથ્થરના આ ચોખા જેવા કણ ઘણા લઇ જાય છે. અને કંકુ જેવી રેતી તો અહીં છે જ.
---------------------
કન્યાકુમારી મંદિર
આ શહેરનું નામ જે મંદિર પરથી પડ્યું છે તેવું પ્રસિદ્ધ કન્યાકુમારી મંદિર જોવા લાયક છે. અહીં બિરાજમાન કન્યાકુમારીને પાર્વતી દેવીનો અવતાર માનવામાં આવે છે. વધુમાં કહેવાય છે કે માતાજી અહીં, ભારતના દક્ષિણ ભાગના સમુદ્ર તટનું રક્ષણ કરે છે.
વિવેકાનંદ સ્મારક
સમુદ્રની વચ્ચો વચ એક મોટા ખડક પર સ્વામી વિવાનંદની મૂર્તિને મૂકવામાં આવી છે. સાધનાની અવસ્થામાં બેસેલા વિવેકાનંદની આ મૂર્તિ ખૂબ જ રમણીય છે. અહીં પહોંચવા માટે ફેરી સર્વિસ ચાલુ છે.
ગાંધી સ્મારક
કન્યાકુમારી પાસે ગાંજી સ્મારક આવેલું છે ગાંધીજીના અસ્થિકળશને અહીં રાખવામાં આવ્યા હતા. આ સ્મારકમાં ગાંધીજીના જીવન સંબંધિત અનેક ચીજો રાખવામાં આવી છે. આ સ્થળ પણ જોવા લાયક છે.
ગુગનંત સ્વામી મંદિર
100 વર્ષ જૂનુ આ મંદિર ચોલ્ય રાજાઓએ બનાવ્યું છે.
કવિ તિરુવલ્લુવરની પ્રતિમા
સાગર તટથી થોડે દૂર ખડક પર એક વિશાળ પ્રતિમા ધ્યાન આકર્ષિત કરે તેવી છે. જે તમિલ સંત કવિ તિરુવલ્લુવરની છે. 5000 અર્વાચીન મૂર્તિશિલ્પકારોએ આ મૂર્તિને બનાવી છે. તેની ઉંચાઇ 133 ફૂટ છે. જે કવિ તિરુવલ્લુવર દ્વારા રચિત કાવ્ય ગ્રંથ તિરુવકુરલના 133 અધ્યોનું પ્રતીક સ્વરૂપ છે.
વિવેકાનંદ રોક મેમોરિયલ
1892માં સ્વામી વિવેકાનંદ જ્યારે કન્યાકુમારી આવ્યા હતા ત્યારે એક દિવસ તે તરીને એક વિશાળ શિલા પર પહોંચ્યા. અને તેમને આ નિર્જન શિલા પર બેસીને સાધના કરી હતી. કહેવાય છે કે અહીં જ તેમને આત્મજ્ઞાન પ્રાપ્ત થયું હતું. ત્યારે 1970માં વિવેકાનંદ સ્મારક બનાવામાં આવ્યું હતું.--"હા અમે ગુજરાતી" માંથી