Login
Gallary ધાર્મિક સ્થળોના ફોટા Tamil Nadu- તામિલનાડુ Totadrikshetram, Nanguneri તોતાદ્રી
Advanced Search
View Slideshow

Tamil Nadu- તામિલનાડુ

1. Chennai ... ... 16. Dhanushkodi... 17. Tirupullani... 18. Sethu Karai... 19. Totadrikshe... 20. Thirukkurun... 21. Panagudi,... 22. Kanyakumari... ... 24. Thiruvattar...

Random Image

ISSO Toronto 1st patotsav 9265
 
 

ISSO Toronto 1st patotsav 9265

Date: 08/22/2009 Views: 718

Totadrikshetram, Nanguneri તોતાદ્રી

Totadrikshetram, Nanguneri તોતાદ્રી
તીનેવલીથી(29 કીમી) ક્ન્યાકુમારી જતાં રસ્તામાં આ તીર્થ આવે છે. કન્યાકુમારીથી 44 નં. ના હાઇવે ઉપર ઉત્તરમાં 54 કીમી.દુર તોતાદ્રી છે. અહીં વૈષ્ણવાચાર્ય શ્રી રામાનુજાચાર્યની મુખ્ય ગાદી આવેલી છે જેને તોતાદ્રી મઠ કહેવામાં કહે છે. અહીંના ઝીયર સ્વામી (ધાર્મિક વડા) ભારતભરમાં આવેલી 200 ઉપરાંત વૈષ્ણવ ગાદીઓનું સંચાલન કરે છે. શ્રી રામાનુજાચાર્ય અહીં રહ્યા હતા. તેમનો ઉપદંડ, કાષ્ટાસન વગેરે અહીં સાચવીને રાખેલ છે. અહીં પુષ્કરણી નદી છે તેને ક્ષીરસાગર કહેવામાં આવે છે. આ ક્ષીરસાગરમાંથી ભગવાન સ્વયં પ્રગટ થયા હતા, તે ભગવાન વિષ્ણુની મૂર્તિ શેષ ફણાની નિચે છે. કહેવાય છે કે આ મૂર્તિ અનેક વિષૌષધિયોના સંયોજનથી બનેલી છે. બાજુમાં શ્રીદેવી અને ભૂદેવીની મૂર્તિઓ છે. એવી લોકવાયકા છે કે બ્રહ્મા, ઇન્દ્ર, ભૃગુમુની અને માર્કેંડ્ય ઋષિને ભગવાને અહીં દર્શન આપ્યા હતા. અહીં ભગવાન વૈકુંઠ ધામમાં જે રીતે ગાદી ઉપર એક પગ વાળીને અને એક પગ નિચે જમીનને અડકાડીને શેષ ફણાની નિચે શ્રીદેવી અને ભૂદેવીની સાથે વિરાજમાન છે તે જ રીતે અહીં દર્શન આપે છે તેથી આ સ્થળને ભૂલોકનું વૈકુંઠ કહેવામાં આવે છે.
શ્રી વિષ્ણુને અહીં તેલનો અભિષેક થાય છે. આ તેલ ચામડીના રોગો અને વાયુના દર્દમાં ગુણકારી છે એવી લોકશ્રધ્ધા છે.
ભગવાન શ્રી સ્વામિનારાયણ, નીલકંઠવર્ણી સ્વરુપે અહીં પધારેલ છે.
The temple is open from 7.00 a.m. to 12.00 a.m. and from 5.00 p.m. to 9.00 p.m.


નકશામાં તોતદ્રીક્ષેત્રમ- Nanguneri -Vanamamalai or Totadrikshetram જોવા માટે અહીં ક્લીક કરો

Date: 05/24/2012
Owner: JGPatel
Size: 1 item
તોતાદ્રી

તોતાદ્રી

તોતાદ્રી

Date: 05/25/2014
Owner: JGPatel
Views: 1087
Keywords: તોતાદ્રી
       
Page: 1
Powered by Gallery v2.3