Login
Gallary ધાર્મિક સ્થળોના ફોટા Uttaranchal ઉત્તરાંચલ
Advanced Search

ધાર્મિક સ્થળોના ફોટા

1. સુચનો ... ... 8. Madhya ... 9. Haryana ... 10. Punjab પંજાબ 11. Uttaranchal... 12. Uttar... 13. Bihar બિહાર 14. West Bengal... ... 23. Nepal નેપાલ

Random Image

ISSO Toronto 1st patotsav 8716
 
 

ISSO Toronto 1st patotsav 8716

Date: 08/22/2009 Views: 553

Uttaranchal ઉત્તરાંચલ

Uttaranchal ઉત્તરાંચલ
હરિદ્વાર, ઋષિકેશ, બદ્રીનાથ,જોષીમઠ,દેવપ્રયાગ,રુદ્રપ્રયાગ,પાંડુકેશ્વર

સપ્તબદરી એટલે ભગવાન બદરીનાથના સાત મંદિરો જે આ પ્રમાણે છે:

૧ બદરીનાથ- ભારતના ચાર ધામ અને હિમાલયના ચારધામમાં આ ધામ મુખ્ય ગણાય છે. ઋષિકેશથી ૨૯૮ કીમી દૂર અને ૧૦૨૫૦ ફુટની ઉંચાઇ પર હિમાલય પર્વત પર આ ધામ આવેલ છે. છેક સુધી પાકો ડામર રોડ છે.

૨ યોગબદરી- જોષીમઠથી બદરીનાથ જતાં રોડ પર પાંડુકેશ્વર પાસે થોડાં પગથિયાં નિચે ઉતરતા આ સ્થાન આવેલ છે. પાંડુકેશ્વર એટલે પાંડવોની જન્મભૂમી અને યોગબદરીનું મંદિર. અહીં બે સુંદર મંદિર છે એક ભગવાન યોગબદરીનું અને બીજું ભગવાન વાસુદેવનું. શિયાળાના છ માસ દર્મ્યાન ભગવાન બદરીનાથની ઉત્સવ મૂર્તિ એટલે કે ઉધ્ધવજીની અને કુબેરજીની મૂર્તિઓ અહીં રહે છે અને તેની સેવાપૂજા થાય છે.

૩ ભવિષ્યબદરી- જોષીમઠ પાસેથી નીતિઘાટ થઇ આશરે ૫કીમી દૂર પર્વતાળ વિસ્તારમાં આ સ્થળ આવેલ છે.રસ્તો બહુ કઠણ છે. ત્યાંના લોકો કહે છે કે બદરીનાથમાં ભગવાન બદરીની મૂર્તિ પ્રતિષ્ઠત કરેલ છે જ્યારે અહીંની મૂર્તિ આપોઆપ પ્રગટ થયેલ છે. ભવિષ્યમાં બદરીનાથનો રસ્તો બંધ થશે ત્યારે આ ભવિષ્યબદરીબાબા જ પ્રધાન બદરી બનશે.

૪ નૃસિંહબદરી- જોષીમઠમાં આવેલ છે. નૃસિંહ મંદિરમાં આવેલી નૃસિંહબદરીનાથની સુંદર મૂર્તિ છે.

૫ વૃધ્ધબદરી- ભગવાને અહીં નારદજીને વૃધ્ધ બ્રામ્હણ રુપે દર્શન આપ્યા હતા તેથી અહીં ભગવાન વૃધ્ધ બદરી તરીકે ઓળખાય છે. જોષીમઠ ઋષિકેશ રાજમાર્ગ ઉપર જોષીમઠથી ૮કીમી દૂર અને ત્યાંથી હેંગલચટ્ટીથી ૨કીમી પહેલાં અણીમઠ નામનૂં એક ગામ છે તેમાં આ વૃધ્ધબદરીનું મંદિર છે. રસ્તાની જમણી બાજુ રસ્તા ઉપરજ એક નાનો દરવાજો બનાવેલ છે. તેના પર લખેલ છે: વૃધ્ધબદરી મંદિર.

૬ ધ્યાનબદરી- કલ્પેશ્વર પાસે ઉરગમગામાં છે.

૭ આદિબદરી- કર્ણ પ્રયાગથી રસ્તો જાય છે.

---------------------------------------
જ્યાં બે નદીઓનો સંગમ થાય છે તેને પ્રયાગ કહેવામાં આવે છે.
માત્ર અલકનંદા નદીને મળતી મુખ્ય નદીઓનો સંગમ આ પ્રમાણે છે.

આ પ્રયાગો હિમાલયના સપ્તપ્રયાગ તરીકે ઓળખાય છે.

૧ કેશવપ્રયાગ- આ પ્રયાગમાં તિબેટ તરફથી આવતી સરસ્વતી નદી અને સ્વર્ગારોહીણી અને સતોપથ તરફથી આવતી અલકનંદાનો માના ગામ પાસે સંગમ છે. બદ્રીનાથ પાસે માના ગામ નજીક આવેલ આ એક તીર્થ છે.

૨ માર્કડેયપ્રયાગ- લક્ષ્મણગંગા અને અલકનંદાનો ગોવિંદઘાટ પાસે સંગમ થાય છે તેને માર્કડેયપ્રયાગ નામ મળ્યું છે. પાંડુકેશ્વરથી જોષીમઠ જતાં ૩કીમી દૂર નિચે આ ગોવિંદઘાટ નામનૂં સ્થાન આવેલ છે.

૩ વિષ્ણુપ્રયાગ – અહીં પતિતપાવની અલકનંદા અને ધૌલીગંગાનો સંગમ છે. બદરીનાથના રસ્તે જતાં કે આવતાં આ સંગમ રસ્તામાં જ આવે છે. નીચે સંગમસ્થાન પર એક વિષ્ણુકંડ છે. નારદજીએ અહીં તપશ્ચર્યા કરી હતી.

૪ નંદપ્રયાગ – અહીં અલકનંદા અને નંદાદેવી શિખરમાંથી નિકળતી નંદાકિની નદીનો સંગમ છે. આ નંદપ્રયાગ ઋષિકેશ – બદરીનાથના રાજમાર્ગથી નિચે આવેલું છે પણ રાજમાર્ગ ઉપરથી આ પ્રયાગના દર્શન કરી શકાય છે.

૫ કર્ણપ્રયાગ – કૌંતેય કર્ણની આ તપશ્ચર્યા ભૂમી છે. અહીં પિંડારગંગા અને અલક્નંદાનો સંગમ છે.

૬ રુદ્રપ્રયાગ- ભગવાન શિવજીનું સ્થાન. મંદાકીની અને અલકનંદાનું સંગમસ્થાન

૭ દેવપ્રયાગ – દેવોનું પ્રયાગ. અહીં ભગવતી ભાગીરથી અને અલકનંદાનો સંગમ છે. આ ભગવાન રામની તપશ્ચર્યા ભૂમી છે. અહીં રઘુનાથજીનું મંદિર છે.

અલકનંદા નદી પરના આ સાત પ્રયાગ ઋષિકેશ-બદરીનાથ-માના ગામના રાજમાર્ગ પર આવેલા છે તેથી જતાં કે આવતાં આ દર્શન કરી શકાય છે.

હનુમાનચટ્ટીમાં ભીમ અને હનુમાનજીનું મિલન થયું હતું. આ હનુમાનજી મહારાજની તપશ્ચર્યા ભૂમી છે. પ્રારંભમાં ભીમને પોતાના બળનું અભિમાન, પછી હનુમાનજી સાથે સંઘર્ષ અને છેવટે હનુમાનજી મહારાજનો પરિચય આ સ્થાનમાં થયો હતો. હનુમાનજી મહારાજ અને ભીમ તો ભાઇ-ભાઇ છે કારણકે બંન્ને વાયુપુત્ર છે.

સપ્ત કેદાર:
૧ કેદારનાથ
૨ મદમહેશ્વર
૩ તુંગનાથ
૪ રુદ્રનાથ
૫ કલ્પેશ્વર
૬ બુઢાકેદાર
૭ વૃધ્ધ કેદાર



નકશામાં ઋષિકેશથી બદ્રીનાથનો રસ્તો જોવા માટે અહીં ક્લીક કરો

નકશામાં બદ્રીનાથ ના સ્થળો જોવા માટે અહીં ક્લીક કરો

નકશામાં જોષીમઠના જોવા લાયક સ્થળો માટે અહીં ક્લીક કરો

Date: 10/31/2012
Owner: JGPatel
Size: 7 items (147 items total)
Haridwar

Album: Haridwar

Date: 03/30/2011
Owner: JGPatel
Size: 40 items
Views: 5973
Keywords: Haridwar, Nilkanth varni, Bhagvan Swaminarayan, નિલકંઠવર્ણી, સ્વામિનારાયણ, હરીદ્વાર, હરિદ્વાર, હરદ્વાર, Hardwar, haridwar, Map for Haridwar
Rishikesh

Album: Rishikesh

Date: 03/30/2011
Owner: JGPatel
Size: 37 items
Views: 5217
Keywords: Rishikesh, Nilkanth varni, Bhagvan Swaminarayan, નિલકંઠવર્ણી, સ્વામિનારાયણ, રુષીકેશ, રૂષિકેશ, રૂષીકેશ, ધાર્મિક સ્થળ
Badrinath

Album: Badrinath

બદ્રીનાથ

Date: 03/30/2011
Owner: JGPatel
Size: 28 items
Views: 5630
Keywords: બદ્રીનાથ, યાત્રા, હિમાલય, Nilkanth varni, Bhagvan Swaminarayan, નિલકંઠવર્ણી, સ્વામિનારાયણ, Badrinath, ભીમશીલા, વ્યાસગુફા, અલકનંદા, ઘંટાકર્ણ
joshimath

Album: joshimath

Date: 03/30/2011
Owner: JGPatel
Size: 12 items
Views: 3136
Keywords: Joshimath, જોશીમઠ, જોષીમઠ, નૃસિંહમંદિર, શંકરાચાર્ય
devprayag

Album: devprayag

Date: 03/30/2011
Owner: JGPatel
Size: 8 items
Views: 2112
Keywords: Devprayag, દેવપ્રયાગ, હિમાલય, ભાગીરથી નદી, દેવપ્રયાગમાં સતોપથમાંથી નિકળતી અલકનંદા અને ગૌમુખમાંથી નિકળતી ભાગીરથી નદીનો સંગમ છે.
rudraprayag

Album: rudraprayag

Date: 03/30/2011
Owner: JGPatel
Size: 8 items
Views: 1970
Keywords: Rudraprayag, રૂદ્રપ્રયાગ, હિમાલય
pandukeshvar

Album: pandukeshvar

Date: 03/30/2011
Owner: JGPatel
Size: 7 items
Views: 1626
Keywords: Pandukeshvar, પાંડુકેશ્વવર, હિમાલય
     
Page: 1
Powered by Gallery v2.3