West Bengal પશ્ચિમ બંગાળ
West Bengal પશ્ચિમ બંગાળ
કલકત્તા- Kolkata,ગંગાસાગર- Gangasagar
કર્દમ અને દેવહુતીના પુત્ર કપિલમુનિ સાંખ્યમતના આચાર્ય હતા. સાંખ્યને બુધ્ધી પણ કહી છે. અહીં કપિલદેવે ઘણા વર્ષ તપ કર્યું હતું. શ્રી નિલકંઠવર્ણિ સાત દિવસ ધ્યાનમાં બેઠા હતા, અને એક માસ રોકાયા હતા.
કપિલઆશ્રમથી નિકળી પુરી જતાં રસ્તામાં જયરામદાસનો મેળાપ થયો હતો. નિલકંઠવર્ણિ સાથે જયરામ અને તેમનો મિત્ર કૃષ્ણ તંબોળી જંગલમાંથી પસાર થતા ત્યારે એક રીંછ સામે મળ્યું હતું અને તેનો ઉધ્ધાર નિલકંઠવર્ણિએ કર્યો હતો. આ રીંછ જાંબુવાન હતો તેમ સ્વામિનારાયણ સંહિતા અ.-14માં કહ્યું છે, પરંતુ તે જાંબુવાનનો મિત્ર હતો એવો ઉલ્લેખ હરિલીલામૃત 3-8-43 માં અને હરિચરિત્રામૃત વાર્તા-6 વગેરેમાં કહેલું છે. જયરામદાસ અંતે નિલકંઠવર્ણીને લોજમાં મળ્યા હતા અને તેમનો તિવ્ર વૈરાગ્ય જોઇને નીલકંઠે તેમને દીક્ષા આપી જિજ્ઞાસાનંદ નામ પાડ્યું.
|
Date: 11/02/2012
Owner: JGPatel
Size: 2 items
(12 items total)
|