Haryana હરીયાણા
Haryana હરીયાણા, Kurukshetra
કુરુક્ષેત્ર
ભગવદગીતામાં નિર્દિષ્ટ ધર્મક્ષેત્રે કુરુક્ષેત્રે તે આ સ્થળ. તે હિંદુઓનું પવિત્ર, પ્રસિદ્ધ, ધાર્મિક ઐતિહાસિક સ્થાન છે. તામ્રાશ્મકાળથી આધુનિક યુગ સુધીનાં અનેક ઐતિહાસિક સ્થળો આ પ્રદેશમાં આવેલાં છે. તેમાં ભારતમાં પ્રચલિત વિવિધ સંપ્રદાયોના દીર્ઘકાલીન અવશેષો પડેલા છે. રાજા કુરુએ આ સ્થળનું નિર્માણ કરેલું, મનુસ્મૃતિમાં આ ભૂમિને બ્રહ્માવર્ત કહી છે. ઐતરેય, શતપથ અને શાંખ્યાયન બ્રાહ્મણગ્રંથોમાં તથા તૈત્તરીય આરણ્યક અને કાત્યાયન શ્રૌતસૂત્રમાં કુરુક્ષેત્રનું વર્ણન છે. મહાભારતમાં એનું બીજું નામ સમંત પંચક (ઉત્તરવેદી) છે. બ્રહ્માની યજ્ઞવેદીના સંદર્ભે એને બ્રહ્મવેદી પણ કહે છે. શતપથ બ્રાહ્મણ અનુસાર કુરુક્ષેત્ર દેવતાઓની યજ્ઞભૂમિ હતી. અહીં કૌરવ-પાંડવ યુદ્ધ થયું હતું.
|
Date: 10/31/2012
Owner: JGPatel
Size: 1 item
(36 items total)
|