Login
Gallary ધાર્મિક સ્થળોના ફોટા Madhya Pardesh મધ્યપ્રદેશ ઓમકારેશ્વર મંદિર-Omkareshwar
Advanced Search
View Slideshow

Madhya Pardesh મધ્યપ્રદેશ

1. ઉજ્જૈન-Ujjain 2. ઓમકારેશ્વર ... 3. ચિત્રકુટ-... 4. Burhanpur, ... 5. Khajuraho

Random Image

A57.jpg
 
 

A57.jpg

Date: 12/06/2009 Views: 542

ઓમકારેશ્વર મંદિર-Omkareshwar

ઓમકારેશ્વર મંદિર-Omkareshwar:ભગવાન શિવના ૧૨ જ્યોતિર્લિંગમાંનું આ એક છે. આ મંદિર માંધત નામના નર્મદા નદીના એક ટાપુ પર આવેલું છે. કહેવાય છે કે આ ટાપુનો આકર ॐ જેવો છે.
અહીં બે મંદિરો આવેલા છે ઓમકારેશ્વર (ઓમકારના ભગવાન)અને મમલેશ્વર (અમર દેવોના ભગવાન). પણ દ્વાશ જ્યોતિર્લિંગના શ્લોક અનુસાર, ,મમલેશ્વર જ્યોતિર્લિંગ છે જે નર્મદા નદીની પેલે પાર આવેલું છે.
ઓમકારેશ્વર જ્યોતિર્લિંગ સાથે સંકળાયેલી અમુક દંતકથાઓ છે. તેમાંથે ત્રણ ઘણી પ્રચલિત છે. પ્રથમ કથા એ વિંઘ્ય પર્વત વિષેની છે. એક સમયે નારદ મુનિ કે જેઓ પોતાના અખંડ વિશ્વ ભ્રમણ માટે જાણીતા છે તેમણે વિંધ્ય પર્વતની મુલાકાત લીધી. પોતાની તીવ્ર વાણીમાં તેમણે વિંધ્યને મેરુ પર્વતની મહાનતા સંભળાવી. આને કારણે વિંધ્યને મેરુની ઈર્ષ્યા ઉપજી અને તેણે મેરુ કરતા મોટા બનવાનો નિર્ણય કર્યો. મેરુ કરતાં મોટા બનવા વિંધ્યએ શિવજીની ઉપાસના શરૂ કરી. વિંધ્યે શિવના પાર્થિવ લિંગ અને ઓમકારેશ્વરની લગાતાર છ મહિના સુધી પૂજા કરી અને કઠોર તપસ્યા કરી. આથી શિવ પ્રસન્ન થયા અને તેને ઈચ્છિત વરદાન આપ્યું. સર્વ દેવો અને ઋષિ મુનિઓની વિનંતિથી શિવે એ લિંગના બે ભાગ કર્યાં. એક ભાગ ઓમકારેશ્વર કહેવાયો અને બીજો ભાગ મમલેશ્વર કે અમરેશ્વર કહેવાયો. ભગવાન શિવે વિંધ્યને વધવાનું વરદાન તો આપ્યું પણ એ શરત રાખી કે તે ક્યારેય શિવ ભક્તોના માર્ગમાં આડો નહિં આવે. વિંધ્યે વધવાનું ચાલું કર્યું પણ પોતાનું વચન પાળ્યું. સર્વ ઋષિમુનિઓ મદદ માટે અગસ્ત્ય ઋષિ પાસે ગયાં.અગસ્ત્ય મુનિ તેમના પત્ની સાથે વિંધ્ય પાસે આવ્યાં અને તેને મનાવી લીધો કે જ્યાં સુધી તેઓ અને તેમના પત્ની પાછાં નહીં ફરે ત્યાં સુધી તે વધશે નહીં. તેઓ ફરી પાછાં ફર્યાં જ નહીં અને વિંધ્ય વધ્યો નહીં. મુનિ અને તેમના પત્ની શ્રી સૈલમમાં સ્થાયી થયાં જેને ત્યારથી દક્ષિણની કાશી કહેવાય છે અને તે દ્વાદશ જ્યોતિર્લિગમાં એક છે.
એક અન્ય કથા રાજા મંધાત ને સંબંધિત છે. ભગવાન રામના પૂર્વજ ઈક્ષ્વાવાકુ કુળના રાજા મંધાતએ ભગવાન શિવની ઉપાસના કરીને તેમને અહીં જ્યોતિર્લિઁગ સ્વરૂપે પ્રગટ થવા મનાવ્યાં હતાં.
એક અન્ય કથા અનુસાર એક સમયે દેવો અને દાનવો વચ્ચે ભીષણ યુદ્ધ થયું હતું જેમાં દાનવોની વિજય થયો હતો. દેવો માટે આ ખૂબ જ શરમ જનક વાત હતી. આથી તેમણે ભગવાન શિવની આરાધના કે તપશ્ચર્યા કરી. તેમની આરાધના ના ફળ સ્વરૂપે ભગવાન શિવ ઓમકારેશ્વર સ્વરૂપે પ્રગટ થયાઁ અને દાનવોને પરાસ્ત કર્યાં.


નકશામાં ઓમકારેશ્વર મંદિર-Omkareshwar જોવા માટે અહીં ક્લીક કરો

Date: 02/04/2014
Owner: JGPatel
Size: 7 items
નર્મદા નદી

નર્મદા નદી

નર્મદા નદી

Date: 05/23/2014
Owner: JGPatel
Views: 2334
Keywords: નર્મદા નદી, Narmada River
ઓમકારેશ્વર સેતુ

ઓમકારેશ્વર સેતુ

ઓમકારેશ્વર સેતુ

Date: 05/23/2014
Owner: JGPatel
Views: 2408
Keywords: Omkareshvar bridge, ઓમકારેશ્વર સેતુ
ઓમકારેશ્વર મંદિરનું મુખ્ય શિખર

ઓમકારેશ્વર મંદિરનું મુખ્ય શિખર

ઓમકારેશ્વર મંદિરનું મુખ્ય શિખર

Date: 05/23/2014
Owner: JGPatel
Views: 1597
Keywords: ઓમકારેશ્વર મંદિરનું મુખ્ય શિખર
મમલેશ્વર જ્યોતિર્લિંગ મંદિર

મમલેશ્વર જ્યોતિર્લિંગ મંદિર

મમલેશ્વર જ્યોતિર્લિંગ મંદિર

Date: 05/23/2014
Owner: JGPatel
Views: 2223
Keywords: Mamaleshvar Temple, મમલેશ્વર જ્યોતિર્લિંગ મંદિર
મમલેશ્વર જ્યોતિર્લિંગ

મમલેશ્વર જ્યોતિર્લિંગ

મમલેશ્વર જ્યોતિર્લિંગ

Date: 05/23/2014
Owner: JGPatel
Views: 1490
Keywords: મમલેશ્વર જ્યોતિર્લિંગ, Mamaleshvar jyotirliga
ઓમકારેશ્વરમાં એક મંદિર્

ઓમકારેશ્વરમાં એક મંદિર્

ઓમકારેશ્વરમાં એક મંદિર

Date: 05/23/2014
Owner: JGPatel
Views: 1338
નર્મદાનદી

નર્મદાનદી

નર્મદાનદી

Date: 05/23/2014
Owner: JGPatel
Views: 1706
Keywords: નર્મદાનદી, Narmada River
     
Page: 1
Powered by Gallery v2.3