Login
Gallary ધાર્મિક સ્થળોના ફોટા Uttaranchal ઉત્તરાંચલ Haridwar
Advanced Search
View Slideshow

Uttaranchal ઉત્તરાંચલ

1. Haridwar 2. Rishikesh 3. Badrinath 4. joshimath 5. devprayag 6. rudraprayag 7. pandukeshvar

Random Image

022
 
 

022

Date: 06/09/2009 Views: 780

Haridwar


હરિદ્વાર--શિવાલિક પર્વતમાળાની તળેટી અને ગંગાના પવિત્ર તટ પર વસેલી હરિદ્વાર નગરી પોતાના મહિમા અને પ્રાચીનતાને કારણે સદીઓથી વિશ્વવિખ્યાત રહી છે. પુરાણોમાં પણ માયાપુરી, ગંગાદ્વાર, હરદ્વાર વગેરે નામોથી વર્ણન છે. જાગ્રત શક્તિપીઠ તથા દર બાર અને છ વર્ષે ભરાતા ક્રમશઃ કુંભ-અર્ધકુંભમેળા એનું આકર્ષણ બમણું કરે છે. મોક્ષ પ્રદાન કરનારી સાત પુરીઓમાંની એક એવી આ પુરીમાં જોવાલાયક સ્થળો ઘણાં છે.
શ્રી હરિ સં. 1849 શ્રા. સુદ એકાદશી (તા. ૩૦-૭-૧૭૯૨)એ હરદ્વાર પધાર્યા હતા અને પાંચ દિવસ રોકાયા હતા ત્યારે અહીં કુંભમેળો ચાલતો હતો. અહીં શીવ-પાર્વતી નિલકંઠવર્ણીના દર્શન કરવા આવ્યા હતા. શંકરના હિમાલયનું હરદ્વાર વિષ્ણુના આવવાથી હરિદ્વાર પણ કહેવાય છે.
અહીં ગંગાનદીને ગંગાજી કે ગંગામૈયા કહેવું વધારે ઉચીત છે. દરરોજ સંધ્યા સમયે હરકીપૈડી ઉપર થતી ગંગાજીની આરતીના દર્શન અવશ્ય કરવા.
બ્રહ્મકુંડ: બ્રહ્મકુંડ હરની પૌડીની પાસે આવેલ છે. એવી માન્યતા છે કે આ સ્ત્રોતથી જળગંગા નદી તરફ વહે છે. હિંદુઓની માન્યતા છે કે આ કુંડની અંદર સ્નાન કરવાથી બધા જ પાપ ધોવાઈ જાય છે.
ગૌઘાટ: હરિકીપૈડી અથવા બ્રહ્મકુંડની પાસે છે. ત્યાં સ્નાન કરવાથી ગૌહત્યા દૂર થાય છે. એનાથી થોડેક દૂર કુશાવર્તઘાટ છે. ત્યાં પિંડદાનનો ખાસ મહિમા મનાય છે. એના વિશે તથા કુશાવર્તઘાટના નામકરણ વિશે પંડાઓ એક પરંપરાગત કથા કહી બતાવે છે. કહે છે કે એ ઘાટ પાસે ભગવાન દત્તાત્રેયે દશ હજાર વરસ સુધી તપ કરેલું. એકવાર એ તપમાં સંલગ્ન હતા ત્યારે ઘાટ પર મૂકેલાં એમનાં વસ્ત્ર, કુશ, દંડ તથા કમંડલને ગંગા તાણી ગઈ. દત્તાત્રેયના તપનો પ્રભાવ એવો ભારે હતો કે એ બધી વસ્તુઓ ગંગાની ધારામાં વહેવાને બદલે, એમની આજુબાજુ ગોળગોળ ફરતાં ગંગાજળમાં ફરવા લાગી. એમની સમાધિદશા પૂરી થતાં એમણે એ જોયું તો ક્રોધે ભરાઈને એ ગંગાને શાપ આપવા માટે કે ભસ્મ કરવા માટે તૈયાર થયા. એ વખતે બ્રહ્મા તથા બીજા દેવતાઓએ આવીને એમની પ્રસન્નતા માટે સ્તુતિ કરી, ત્યારે દત્તાત્રેયે કહ્યું : "તમે આ સ્થળમાં નિવાસ કરો. ગંગાએ મારી કુશ જેવી વસ્તુઓને અહીં ચક્કર ચક્કર ફેરવી હોવાથી હવેથી આ સ્થળ ‘કુશાવર્ત’ કહેવાશે. આ સ્થળમાં પિતૃઓને પિંડદાન દેવાથી એમની મુક્તિ થશે ને એમનો પુનર્જન્મ નહિ થાય." ત્યારથી એ ઘાટ કુશાવર્તઘાટ કહેવાયો. અહીં હરકીપૈડી ઉપર વિષ્ણુચરણ પાદુકા મંદિર છે. પૂજારીની સંમતીથી તેનો સ્પર્શ કરી દર્શન શક્ય છે. હરકી એટલે હરિના અને પૈડી એટલે ચરણ. એટલે હરકીપૈડી નામ પડેલું છે.
બિલકેશ્વર મહાદેવ: આ પુરાતન મંદિરમાં પાર્વતી દેવીએ શંકરને પામવા માટે ૩૦૦૦ હજાર વર્ષ તપ કર્યું હતું. ભગવાન સ્વામિનારાયણ અહીં પધાર્યા હતા. અહીં નજીકમાં જ ગૌરીકૂંડ દર્શન કરવા લાયક છે.
હરિદ્વાર સ્ટેશનથી હરિકી પૈડી જતાં રસ્તામાં નદી પર જે પાકો પૂલ આવે છે ત્યાંથી ફંટાતા રસ્તે આગળ જતાં બિલ્વકેશ્વર મહાદેવ આવે છે. રેલ્વેના પાટાની પેલે પાર બિલ્વ નામે પર્વત પર મહાદેવનું એ મંદિર આવેલું છે. મંદિરની અંદર અને બહાર મહાદેવની બે મૂર્તિઓ જોવા મળે છે. એ સ્થળમાં પહેલાં એક મોટું બિલ્વવૃક્ષ હતું. મહાદેવની ડાબી બાજુએ ગુફામાં દેવીની મૂર્તિ છે. બંને મંદિરોની વચ્ચે શિવધારા નામની નાનકડી નદી છે. ‘કેદારખંડ’ અધ્યાય ૧0૭માં એ સ્થળનો ઉલ્લેખ કરતાં કહેવામાં આવ્યું છે કે: "એ પર્વત પરની કલ્યાણકારી શિવધારામાં સ્નાન કરનાર શિવસદૃશ બની જાય છે. ત્યાં બિલ્વવૃક્ષની નીચે શિવલિંગ છે. હે નારદ, એની દક્ષિણે અશ્વતર નામનો મહાનાગ રહે છે. એનું મસ્તક મણિવાળું છે. પાતાળગામી બિલ્વવૃક્ષની મદદથી એ પાતાળમાં આવજા કરે છે, અને કોઈવાર હરણ તો કોઈવાર મુનિનું રૂપ લઈને તીર્થોમાં સ્નાન કરે છે."
મનસાદેવી: ઉત્તરાખંડ રાજ્યના પવિત્ર શહેર હરિદ્વારમાં સ્થાપિત છે. આ મંદિર દેવીનું સૌથી પ્રિય મંદિરોમાંથી એક છે. આ મંદિર શિવાલિક નામના પર્વતની વિલાસ નામની ટેકરી ઉપર આવેલું છે. મનસાદેવીના મંદિરે રોપવેમાં જઇ શકાય છે.
એવી માન્યતા છે કે મનસા દેવીની ઉત્પત્તિ ઋષિ કશ્યના મનથી થઈ હતી. મનસાદેવીને દુર્ગા માતાનું જ રૂપ માનવામાં આવે છે કહેવામાં આવે છે કે આ મંદિર ખુબ જ જાગૃત છે. કોઈ પણ ભક્ત માતાના દ્વારથી નિરાશ કે ખાલી પાછો નથી ફરતો.
પૌરાણિક કથાઓ અનુસાર મનસા દેવીના પિતૃત્વને લઇને અનેક ભ્રમો છે, કેટલાક લોકો એવું માને છે કે તેઓ ઋષિ કશ્યપના પુત્રી છે, કેટલાક એવું માને છે કે તેઓ ભગવાન શિવના પુત્રી છે. પરંતુ એક બહુ પ્રચલિત સ્ટોરી એ છે કે તેમનો જન્મ ઋષિ કશ્યપના મગજથી થયો હતો અને તેથી તેમનું નામ મનસા રાખવા આવ્યું, જેનો અર્થ થાય છે, મગજમાંથી જન્મેલા.મંદિરમાં એક મૂર્તિને ત્રણ મુખ અને પાંચ હથિયારો છે જ્યારે બીજી મુર્તિના હાથમાં આઠ હથિયારો છે.

સ્વામિનારાયણ આશ્રમ: ભૂપતવાલા વિસ્તારમાં આવેલ છે.
અહીં સ્વામિનારાયણ આશ્રમ મંદિરમાં ઉતારાની અને જમવાની સંપૂર્ણ વ્યવસ્થા છે.
પાવનધામ: આ આધુનિક મંદિર કાચનું બનાવેલ છે. દરેક મુર્તિના અનેક પ્રતિબિંબો પડે છે તે નિહાળાવા જેવા છે. પ્રવાસીના આકર્ષણ રૂપ છે.
આ ઉપરાંત ભારતમાતા મંદિર, ઇંડિયા ટેમ્પલ, શ્રીરામ મંદિર, ચાંડીદેવી મંદિર,માયાદેવી મંદિર વગેરે જોવા લાયક સ્થળો છે.
સપ્તઋષિ આશ્રમ(Sapt Rishi Ashram and Sapt Sarovar) - સપ્તસરોવર: હરકીપૈડીથી તેનું અંતર માત્ર 5 કિમીનું છે. એને ‘સપ્તધારા’ પણ કહેવામાં આવે છે. એના વિશે એવી વાત પ્રચલિત છે કે જ્યારે ગંગાએ હિમાલયના ઉપરના પર્વતીય પ્રદેશમાંથી વહેતાંવહેતાં આવીને એ શાંત સ્થળમાં પ્રવેશ કર્યો ત્યારે સાત મહાન ઋષિઓ તપ કરતા હતા. એથી એને થયું કે કોઈ એક ઋષિના આશ્રમ આગળથી વહીશ તો બીજા ઋષિઓને અન્યાય થશે ને તેમને માઠું લાગશે, એટલે એણે બધા ઋષિઓની પર્ણકુટિ પાસેથી એકીસાથે વહેવાનો વિચાર કર્યો; અને એના પરિણામે એણે પોતાના પ્રવાહને સાત વિભાગોમાં વહેંચી દઈને સાતેય ઋષિઓના આશ્રમ પાસેથી એકીસાથે વહેવા માંડ્યું. ત્યારથી એ સ્થળ સપ્તસરોવરના નામથી પ્રસિદ્ધિ પામ્યું.
ભીમગોડા(તળાવ) Bhimgoda Tank: હરિકી પૈડીથી હૃષીકેશ જતાં રસ્તા પર આવેલું છે. હરકીપૈડીથી એક કીમી.દૂર રેલ્વેલાઇનની બાજુમાં આવેલ છે. ત્યાં જે કુંડ છે તે ભીમસેને તૈયાર કરેલો એમ કહેવાય છે. ગોડા એટલે ઘૂંટણ. પાંડવો હિમાલય તરફ જઇ રહ્યા હતા ત્યારે તરસ લાગવાથી ભીમે પોતાના ઘૂંટણને પથ્થર ઉપર પછાડીને અહીં પાણી કાઢેલ. ભીમસેનના ઘૂંટણના ટેકાથી એ કુંડ બની જવાથી તેને ભીમગોડા કહેવામાં આવે છે. દેશનાં કોઈક વિરલ સ્થળોમાં જોવા મળતું બ્રહ્માનું મંદિર પણ ત્યાં જોઈ શકાય છે. અહીં ડેમ અને તેની કેનાલો તેમજ ફુવારા પણ જોવા જેવા છે.
સ્વામિનારાયણ મંદિર(નરનારાયણદેવનું ) કનખલ : હરકીપૈડીથી કનખલ જતાં રસ્તામાં શંકરાચાર્ય ચોકમાં મેઇન રોડ ઉપર આવેલ છે.

અહીં સ્વામિનારાયણ મંદિરમાં ઉતારાની અને જમવાની સંપૂર્ણ વ્યવસ્થા છે.
કનખલમાં દક્ષેશ્વર મહાદેવ: કનખલમાં દક્ષ રાજાએ યજ્ઞ કરેલ અને સતી પાર્વતીજી અહીં બળી મળેલ તે સ્થાન છે. ખાસ આકર્ષણ દક્ષ પ્રજાપતિએ કરેલા યજ્ઞના સ્થાનનું છે. એ યજ્ઞની વાત ધર્મપ્રેમી સ્ત્રીપુરુષો સારી પેઠે જાણે છે
કનખલમાં સતીકુંડ પણ છે. તે દક્ષેશ્વર મહાદેવથી લગભગ એક કી.મી. દૂર છે. પાર્વતીએ પોતાના શરીરનો ત્યાગ ત્યાં કરેલો તથા દક્ષ પ્રજાપતિએ તપ પણ ત્યાં જ કરેલું એમ કહેવાય છે.
પારદ શીવલિંગ : આ શીવલિંગ કનખલ જતાં રસ્તામાં આવેલ હરીહર આશ્રમમાં આવેલું છે. આ શીવલિંગનું વજન ૧૫૦ કિલો છે. આ આશ્રમમાં રૂદ્રાક્ષનું વૃક્ષ પણ છે.



નકશામાં હરિદ્વારના દર્શનીય સ્થળો જોવા માટે અહીં ક્લીક કરો



Map for Haridwar


નકશામાં હરીદ્વારથી શુકતાલ અને કુરુક્ષેત્ર જોવા માટે અહીં ક્લીક કરો

હરીદ્વારથી ગાડી લઇને સવારમાં નિકળી શુકતાલ થી કુરુક્ષેત્ર દર્શન કરી સાંજે હરીદ્વાર પહોંચી શકાય છે.

Date: 03/30/2011
Owner: JGPatel
Size: 40 items
nextlast
હરિદ્વાર- કનખલમાં શંકરાચાર્ય ચોક ઉપર આવેલ શ્રી સ્વામિનારાયણ મંદિર

હરિદ્વાર- કનખલમાં શંકરાચાર્ય ચોક ઉપર આવેલ શ્રી સ્વામિનારાયણ મંદિર

Date: 03/30/2011
Owner: JGPatel
Views: 1966
Keywords: Haridwar
સતીકુંડ

સતીકુંડ

Date: 03/30/2011
Owner: JGPatel
Views: 1841
Keywords: Haridwar, Satikund
DSC00023 copy.jpg
Date: 03/30/2011
Owner: JGPatel
Views: 1880
Keywords: Haridwar, Satikund
DSC00044 copy.jpg
Date: 03/30/2011
Owner: JGPatel
Views: 1956
Keywords: Haridwar, Satikund
DSC00046 copy.jpg

ગંગાઘાટ

Date: 03/30/2011
Owner: JGPatel
Views: 1721
Keywords: Haridwar
DSC00050 copy.jpg
Date: 03/30/2011
Owner: JGPatel
Views: 1730
Keywords: Haridwar
DSC00051 copy.jpg

ગંગાજીની સંધ્યા આરતી

Date: 03/30/2011
Owner: JGPatel
Views: 1807
Keywords: Haridwar
પાવનધામ

પાવનધામ

પાવનધામ

Date: 03/30/2011
Owner: JGPatel
Views: 1769
Keywords: Haridwar, પાવનધામ
DSC00080 copy.jpg
Date: 03/30/2011
Owner: JGPatel
Views: 1617
Keywords: Haridwar
પાવનધામ મંદિર

પાવનધામ મંદિર

Date: 03/30/2011
Owner: JGPatel
Views: 999
Keywords: Haridwar
DSC00085 copy.jpg
Date: 03/30/2011
Owner: JGPatel
Views: 1018
Keywords: Haridwar
DSC00100 copy.jpg

ભારત મંદિર

Date: 03/30/2011
Owner: JGPatel
Views: 1003
Keywords: Haridwar
સપ્તઋષિ આશ્રમ

સપ્તઋષિ આશ્રમ

સપ્તઋષિ આશ્રમ

Date: 03/30/2011
Owner: JGPatel
Views: 953
Keywords: Haridwar
DSC00105 copy.jpg

સપ્તઋષિ આશ્રમ

Date: 03/30/2011
Owner: JGPatel
Views: 933
Keywords: Haridwar
સપ્તઋષિ આશ્રમ

સપ્તઋષિ આશ્રમ

Date: 03/30/2011
Owner: JGPatel
Views: 988
Keywords: Haridwar
DSC00106 copy.jpg

સપ્તઋષિ આશ્રમ

Date: 03/30/2011
Owner: JGPatel
Views: 910
Keywords: Haridwar
DSC00107 copy.jpg

સપ્તઋષિ આશ્રમ પાસે સપ્તધારા

Date: 03/30/2011
Owner: JGPatel
Views: 950
Keywords: Haridwar
DSC00116 copy.jpg

શ્રી રામ મંદિર

Date: 03/30/2011
Owner: JGPatel
Views: 921
Keywords: Haridwar
રામ મંદિર

રામ મંદિર

Date: 03/30/2011
Owner: JGPatel
Views: 814
Keywords: Haridwar
DSC00122 copy.jpg
Date: 03/30/2011
Owner: JGPatel
Views: 875
Keywords: Haridwar
DSC00125 copy.jpg
Date: 03/30/2011
Owner: JGPatel
Views: 852
Keywords: Haridwar
DSC00126 copy.jpg
Date: 03/30/2011
Owner: JGPatel
Views: 850
Keywords: Haridwar
DSC00140 copy.jpg

બિલકેશ્વર મહાદેવ

Date: 03/30/2011
Owner: JGPatel
Views: 1430
Keywords: Haridwar, બિલકેશ્વર મહાદેવ
DSC00141 copy.jpg

બિલકેશ્વર મહાદેવ

Date: 03/30/2011
Owner: JGPatel
Views: 1307
Keywords: Haridwar, બિલકેશ્વર મહાદેવ
DSC00151 copy.jpg
Date: 03/30/2011
Owner: JGPatel
Views: 1526
Keywords: Haridwar, બિલકેશ્વર મહાદેવ
nextlast
Page: 1 2
Powered by Gallery v2.3