Login
Gallary ધાર્મિક સ્થળોના ફોટા Uttaranchal ઉત્તરાંચલ Badrinath
Advanced Search
View Slideshow

Uttaranchal ઉત્તરાંચલ

1. Haridwar 2. Rishikesh 3. Badrinath 4. joshimath 5. devprayag 6. rudraprayag 7. pandukeshvar

Random Image

ISSO Toronto 1st patotsav 8733
 
 

ISSO Toronto 1st patotsav 8733

Date: 08/22/2009 Views: 456

Badrinath

ભારતના ચાર મુખ્ય યાત્રા ધામ પૈકી એક યાત્રાધામ.

ઇતિહાસ્‌- 11000 ફુટની ઉંચાઇએ આવેલ શંકરનું પ્રિય સ્થાન બદરી. ભગવાન નારાયણને આ જ સ્થળે તપ કરવાનું મન થયું. શિવ પાર્વતિ અલકનંદામાં સ્નાન કરવા ગયા ત્યારે નારાયણ બાળક બની રસ્તામાં રડતાં ઉભા રહ્યા. શિવજી ઓળખી ગયા પણ માતાજી તેને પ્રેમવાત્સલ્યથી ઘેર લઇ ગયા. બીજા દિવસે ફરી સ્નાન કરવા ગયા ત્યારે નારાયણ મુળ સ્વરુપે (વિષ્ણુ) બની ગયા અને સ્થળનો કબજો લઇ લીધો. શિવે કહ્યું : તમે પ્રાણીમાત્રના કલ્યાણ માટે અહીં રહેવાની અભિલાષા ધરાવો છો તો ખુશીથી રહો, અમે અમારા બીજે સ્થળે રહીશું એમ કહી કેદાર ગયા. લક્ષ્મીજીએ બદરીના વૃક્ષરુપે છાયા આપી તેથી બદરી-નારાયણ કહેવાય છે.
પરાજીત વિશાલા રાજાએ અહીં તપ કરી નારાયણને પ્રસન્ન કર્યા અને તે નારાયણમય બની ગયો તેથી બદરીવિશાલ પણ કહેવાય છે.


બદરીનાથ પહેલાં સતલજ નદીના કિનારે પોલિંગ મઠમાં રહેતાં હતા. ત્યાંના પૂજારીઓ (લામાઓ) માંસાહારી હતા તે બદરીનાથને પસંદ ન હતું. તેથી એક રાત્રે બારણા ઉપર કાણું પાડી બદરીનાથ ભાગ્યા ( આ કાણું હાલ મોજુદ છે ) લામાઓ તેમની પાછળ પડ્યા. બદરીનાથ નાનું રુપ કરી ચમરી ગાયના પૂંછડામાં સંતાઇ ગયા. લામાઓ પાછા વળ્યા. આથી ચમરી ગાયના પૂંછડાને પવિત્ર માનવામાં આવે છે. લામાઓ ફરી પાછળ પડ્યા. બદરીનાથે અગ્નિજ્વાળાઓ પ્રગટાવી. તેમાંથી લામાઓ સોંસરા નિકળ્યા ( તેથી તેમના દાઢી-મૂંછ સળગી ગયા જે હજુ પણ ઉગતા નથી ). તો બદરીનાથ શ્યામકર્ણ ઘોડા ઉપર વિરાજમાન થઇ માના ગામ પહોંચ્યા અને ઘોડો ત્યાં છોડી દીધો. ( માના ગામમાં શ્યામકર્ણ ઘોડાની શિલારુપી પ્રતિકૃતિ છે.)
અહીં શિવ-પાર્વતીનું સ્થાન હતું અને તપ કરતાં હતા. બદરીનાથ નાના બાળકના સ્વરુપમાં બની રડવા લાગ્યા. બાળક ઉપર પાર્વતીને દયા આવી અને ઘેર સુવડાવી સ્નાન કરવા ગયા ત્યાંતો બદરીનાથે અસલ સ્વરુપ ધારણ કરી અડ્ડો જમાવી દીધો. શંકર—પાર્વતી બદરીનાથની ઇચ્છા જાણી કેદારનાથ તપ કરવા ગયા.
એક ખૂણામાં મોટો ઘંટ છે. સને 1914 ના વિશ્વયુધ્ધમાં હિંદુસ્થાનની એક ટૂકડીને જર્મનીના રણમેદાનમાંથી આ ઘંટ મળી આવ્યો હતો. અંગ્રેજ સરકાર તરફથી આ ઘંટ આ મંદિરને ભેટ આપવામાં આવેલ હતો.
પરિસરમાં ઘંટાકર્ણની હાથ પગ કે ધડ વગરની મૂર્તિ . તે આ મંદિરનો દ્વારપાળ છે.

બદરીનાથ- ભારતના ચાર ધામ (બદરીનાથ, દ્વારકા, રામેશ્વર અને જગન્નાથપુરી) અને હિમાલયના ચારધામ (યમુનોત્રી, ગંગોત્રી, કેદારનાથ અને બદરીનાથ)માં આ ધામ મુખ્ય ગણાય છે. ઋષિકેશથી ૨૯૮ કીમી દૂર અને ૧૦૨૫૦ ફુટની ઉંચાઇ પર હિમાલય પર્વત પર આ ધામ આવેલ છે. છેક સુધી પાકો ડામર રોડ છે. બદરીનાથ મંદિરમાં ભગવાનબદરીની શાલિગ્રામ-શિલામાંથી બનાવેલી શ્યામ મૂર્તિ ધ્યાનમગ્ન મૂર્તિ છે. આ પ્રધાનમૂર્તિની બાજુમાં ઉધ્ધવજીની ચર્તુભૂજ મૂર્તિ છે જે ઉત્સવ મૂર્તિ ગણાય છે. તેમની બાજુમાં ભગવાનની ચરણ પાદુકા છે. ભગવાન શ્રીકૃષ્ણે દ્વારિકાથી ઉધ્ધવજીને અહીં બદરીધામમાં તપશ્ચ્રર્યા માટે મોકલ્યા હતા ત્યારે ભગવાને પોતાની આ ચરણપાદુકા આપી હતી.નારદજી અહીંના મૂખ્ય પૂજારી છે તેથી હાથમાં વીણા ધારણ કરેલી મૂર્તિ પણ અહીં છે. ડાબી બાજુ નર-નારાયણની નાની સંયુકત મૂર્તિ છે. ભગવાન નારાયણ ધ્યાનસ્થ બેઠા છે જ્યારે નર એક પગે ઊભેલા તપશ્ચ્રર્યા કરે છે. ભગવાન નારાયણની બાજુમાં શ્રીદેવી અને ભૂદેવીની નાની મૂર્તિઓ છે. કુબેર આ ક્ષેત્રના રાજા છે તેથી તેમની પણ મૂર્તિ છે.
અગ્નિતીર્થ કે તપ્તકુંડમાં સ્નાન કર્યા પછી જ બદરીભગવનના દર્શન કરાય છે. આ કુંડમાં સ્નાન કર્યા પછી બદરીનાથના મંદિર તરફ જતાં રસ્તામાં પગથિયાંની જમણી બાજુએ ભગવાન આદિકેદારનું મંદિર છે. ભગવાન આદિકેદારનાં દર્શન કરીને પછી ભગવાન બદરીનાથનાં દર્શન માટે જવાની પરંપરા છે.

બદરીનાથમાં દર્શનીય સ્થાનો : ભગવાન બદરીનાથનું મંદિર (મંદિર પરિસરમાં-લક્ષ્મીજીનું નાનું મંદિર, હનુમાનજી મહારાજ, શંકરાચાર્યની ગાદી, પરિક્રમા માર્ગમાં ધર્મશીલા, ઘંટાકર્ણ), અલકનંદા સ્નાન, તપ્તકુંડ સ્નાન, આદિકેદાર, શ્રી વલ્લભાચાર્યની બેઠક,પંચશીલા(નારદીશીલા, નારસિંહી શિલા, વારાહીશિલા, ગરુડીશિલા અને માર્કંડેયી શિલા), અલકનંદાનાતટ પર કપાલમોચનતીર્થ, બ્રમ્હકુંડ, ઋષિગંગા(આ નદી નીલકંઠ પર્વતમાંથી નિકળે છે અને બ્રાહ્મ્ણી ગામ પાસે અલકનંદાને મળે છે.) લીલાડુંગી(બ્રામ્ણીગામ પાસે એક ચબુતરો છે અહીં ભગવાન બદરીનું પ્રથમ પ્રાગટ્ય થયું હતું.), નંદાદેવીમંદિર, ઉર્વશી મંદિર, નીલકંઠ પર્વત દર્શન, શેષ નેત્ર,ચરણપાદુકા,

બદરીનાથ ક્ષેત્રના દર્શંનીય સ્થાનો: ઇંદ્રધારા, ચાર યુગની ચાર ધારાઓ, કેશવપ્રયાગ, વ્યાસગુફા,ગણેશગુફા, ભીમપૂલ,સરસવતી નદી પ્રાગટ્ય સ્થાન( આ સ્થાનને માંસોદ્ભેદતીર્થ કહેવાય છે), માતામૂર્તિ, વસુધારા, સતોપથ (બદરીનાથથી ૨૯ કીમી દૂર છે. )


અહીં બસ સ્ટેન્ડ પાસે સ્વામિનારાયણ મંદિરમાં ઉતારાની અને જમવાની સંપૂર્ણ વ્યવસ્થા છે.ઉપરાંત બિરલા ધર્મશાળા, જલારામ ધર્મશાળા, પરમાર્થ નિકેતન, જૈન ધર્મશાળા પણ છે.

Date: 03/30/2011
Owner: JGPatel
Size: 28 items
nextlast
બદ્રીનાથ મંદિર

બદ્રીનાથ મંદિર

Date: 03/30/2011
Owner: JGPatel
Views: 2284
Keywords: Badrinath
બદ્રીનાથ મંદિર

બદ્રીનાથ મંદિર

Date: 03/30/2011
Owner: JGPatel
Views: 2006
Keywords: Badrinath
બદ્રીનાથ મંદિર પાસે અલકનંદા નદીના કિનારે

બદ્રીનાથ મંદિર પાસે અલકનંદા નદીના કિનારે

Date: 03/30/2011
Owner: JGPatel
Views: 2093
Keywords: Badrinath
બદ્રીનાથ - તપ્તકુંડ

બદ્રીનાથ - તપ્તકુંડ

Date: 03/30/2011
Owner: JGPatel
Views: 1974
Keywords: Badrinath
તપ્તકુંડ

તપ્તકુંડ

Date: 03/30/2011
Owner: JGPatel
Views: 1912
Keywords: Badrinath
નારદ તપ્તકુંડ

નારદ તપ્તકુંડ

Date: 03/30/2011
Owner: JGPatel
Views: 1993
Keywords: Badrinath
બ્રહ્મકપાલ શીલા

બ્રહ્મકપાલ શીલા

Date: 03/30/2011
Owner: JGPatel
Views: 1876
Keywords: Badrinath
બ્રહ્મકપાલ શીલા

બ્રહ્મકપાલ શીલા

Date: 03/30/2011
Owner: JGPatel
Views: 2043
Keywords: Badrinath
બદ્રીનાથ મંદિર

બદ્રીનાથ મંદિર

Date: 03/30/2011
Owner: JGPatel
Views: 1929
Keywords: Badrinath
રાત્રે બદ્રીનાથ મંદિર

રાત્રે બદ્રીનાથ મંદિર

Date: 03/30/2011
Owner: JGPatel
Views: 1071
Keywords: Badrinath
બદ્રીનાથ મંદિરના બહાર પ્રાંગણમાં

બદ્રીનાથ મંદિરના બહાર પ્રાંગણમાં

Date: 03/30/2011
Owner: JGPatel
Views: 1008
Keywords: Badrinath
અંતર દર્શાવતો કોઠો

અંતર દર્શાવતો કોઠો

Date: 03/30/2011
Owner: JGPatel
Views: 1033
Keywords: Badrinath
શેષનેત્ર

શેષનેત્ર

Date: 03/30/2011
Owner: JGPatel
Views: 958
Keywords: Badrinath
ગણેશગુફા

ગણેશગુફા

Date: 03/30/2011
Owner: JGPatel
Views: 1070
Keywords: Badrinath, mana village
ગણેશગુફા

ગણેશગુફા

Date: 03/30/2011
Owner: JGPatel
Views: 1120
Keywords: Badrinath, mana village
ગણેશગુફા

ગણેશગુફા

Date: 03/30/2011
Owner: JGPatel
Views: 1073
Keywords: Badrinath, mana village
માના ગામમાં

માના ગામમાં

Date: 03/30/2011
Owner: JGPatel
Views: 1034
Keywords: Badrinath, mana village
વ્યાસ ગુફા

વ્યાસ ગુફા

Date: 03/30/2011
Owner: JGPatel
Views: 1128
Keywords: Badrinath, mana village
વ્યાસગૂફા

વ્યાસગૂફા

Date: 03/30/2011
Owner: JGPatel
Views: 1105
Keywords: Badrinath, mana village
વ્યાસગુફા

વ્યાસગુફા

Date: 03/30/2011
Owner: JGPatel
Views: 1095
Keywords: Badrinath, mana village
વ્યાસગુફા લેખ

વ્યાસગુફા લેખ

Date: 03/30/2011
Owner: JGPatel
Views: 1184
Keywords: Badrinath, mana village
માના ગામમાં સરસ્વતીનદી

માના ગામમાં સરસ્વતીનદી

Date: 03/30/2011
Owner: JGPatel
Views: 1651
Keywords: સરસ્વતીનદી, માનાગામ, Badrinath, mana village, bhimpul
સરસ્વતીનદી ઉપર ભીમપુલ

સરસ્વતીનદી ઉપર ભીમપુલ

Date: 03/30/2011
Owner: JGPatel
Views: 1832
Keywords: સરસ્વતીનદી, માનાગામ, Badrinath, mana village, bhimpul
સરસ્વતી મંદિર

સરસ્વતી મંદિર

Date: 03/30/2011
Owner: JGPatel
Views: 1803
Keywords: સરસ્વતીનદી, માનાગામ, Badrinath, mana village, bhimpul
માના ગામની કુળદેવીનું મંદિર .

માના ગામની કુળદેવીનું મંદિર .

Date: 03/30/2011
Owner: JGPatel
Views: 1632
Keywords: સરસ્વતીનદી, માનાગામ, Badrinath, mana village, bhimpul
nextlast
Page: 1 2
Powered by Gallery v2.3