મહાકાલેશ્વર
શિવજીના બાર જ્યોતિર્લીંગોમાંનુ એક છે મહાકાલ મંદિર. શિવ પુરાણમાં આપેલી કથાનુસાર દુષણ નામના રાક્ષસના અત્યાચારોને લીધે જ્યારે ઉજ્જૈનના લોકો ત્રસ્ત થઈ ગયાં ત્યારે તેઓએ શિવની ઉપાસના કરી. આરાધનાને લીધે પ્રસન્ન થઈ શિવ જ્યોતિ સ્વરૂપે પ્રગટ થયા. રાક્ષસનો નાશ કર્યો અને ભક્તોના આગ્રહને કારણે ઉજ્જૈનમાં જ્યોતિર્લીગ રૂપે પ્રતિષ્ઠિત થયાં.
મહાકાલનું શિવલિગ દુનિયાનું એકમાત્ર દક્ષિણામુખ શિવલિંગ છે. તંત્રની નજરે આને ખુબ જ મહત્વપૂર્ણ માનવામાં આવ્યું છે, વર્તમાન મંદિર મરાઠાકાલિન માનવામાં આવે છે. આનો જીર્ણોધ્ધાર આજથી લગભગ 250 વર્ષ પહેલા સિંધીયા રાજઘરાનાનાં દિવાન બાબા રામચંદ્ર શેનવીએ કરાવ્યો હતો. મહાકાલ શિવલીંગ દુનિયાનું એકમાત્ર શિવલિંગ છે જ્યાં ભસ્મ આરતી કરવામાં આવે છે.
ભસ્મ આરતીના સમયે શિવજીને ગાયના છાણથી બનેલ રાખથી સજાવવામાં આવે છે. પહેલા અહીયાં મડદાની ભસ્મથી આરતી કરવામાં આવતી હતી પરંતુ ત્યાર બાદ અહીયાં ગાયના છાણની ભસ્મનો ઉપયોગ થવા લાગ્યો. શ્રાવણમાં અહીંયા ખાસ કરીને શ્રાવણ મહોત્સવ ઉજવવામાં આવે છે.
|
Date: 05/22/2014
Owner: JGPatel
|