Login
Gallary ધાર્મિક સ્થળોના ફોટા Maharashtra મહારાષ્ટ્ર Trimbak ત્રંબક
Advanced Search
View Slideshow

Maharashtra મહારાષ્ટ્ર

1. AUNDHA NAGNATH ... 4. નાસિક 5. શીરડી- Shiradi 6. પરલી-... 7. દોલતાબાદ-... 8. ઇલોરા-... 9. ભીમાશંકર-... 10. Trimbak ...

Random Image

ISSO Toronto 1st patotsav 9305
 
 

ISSO Toronto 1st patotsav 9305

Date: 08/22/2009 Views: 842

Trimbak ત્રંબક

Trimbak ત્રંબક: ત્ર્યંબકેશ્વર મહારાષ્ટ્રમાં નાસિક નજીક છે. આ શિવલિંગની કથા ગૌતમ ઋષિ સાથે જોડાયેલી છે. ભગવાન શિવ ગંગાની મદદથી ગૌતમ ઋષિનાં પાપ દૂર કરવા ત્ર્યંબકેશ્વર ખાતે પ્રગટ થયા હતા. ત્યારથી અહીં શિવલિંગની સ્થાપના કરવામાં આવી છે.
હજારો વર્ષ પહેલાં ગૌતમ ઋષિ તથા અહલ્યા અહીં બીજા ઋષિઓ સાથે રહેતાં હતાં. પરંતુ એક વખત તેમની વચ્ચે ઝઘડો થતા બીજા ઋષિઓ ગૌતમને હેરાન કરવા ગણેશજીનું તપ કર્યું. તેમને પ્રસન્ન કરી ગૌતમને આશ્રમમાંથી દૂર કરવાનું વરદાન માગ્યું. તેથી ગણેશજીએ નબળી ગાયનું રૂપ લઈ ઋષિ પાસે પડેલું ધાન ખાવા લાગ્યા. ગૌતમ તે ગાયને ધાન ખાતી અટકાવી. તે ગાય તરત નીચે પડી મૃત્યુ પામી. તેથી અન્ય ઋષિઓએ ગૌતમને ગૌહત્યારા કહ્યા. અને ત્યાંથી સપરિવાર ચાલ્યા જવા કહ્યું. ગૌતમે ગૌહત્યાનું નિવારણ પૂછતાં ઋષિઓએ તેમને કહ્યું કે ગંગા નદીને બોલાવી તેમાં સ્નાન કરો તો તમારું પાપ દૂર થાય. તેમજ ૧૧ વખત બ્રહ્મગિરિ પર્વતની પ્રદશિક્ષા કરી જો પાર્થિવ શિવલિંગની પૂજા તે ગંગાજળથી કરશો તો તમારાં પાપ ધોવાશે.ગૌતમ અને અહલ્યાએ તે મુજબ કર્યું. શિવને પ્રસન્ન કરવા વનમાં જઈ તપ કર્યું. શંકર પ્રસન્ન થયા. વરદાન માગવા કહ્યું. ગૌતમે ગૌહત્યાના પાપમાંથી મુકત થવાની ઈચ્છા દર્શાવી. ગૌતમની ઈચ્છા શંકરે ગંગાજીને જણાવી. ગંગાજી તેથી બ્રહ્મગિરિ પર્વત પરથી નીચે ઊતર્યાં. ઋષિના આશ્રમ પાસેથી વહેવા લાગ્યા.
જયારે તેના કિનારે ભગવાન શંકર, બ્રહ્મા, વિષ્ણુ, ઈન્દ્ર તેમ ચાર શિવલિંગના બનેલા જયોતિર્લિંગ સ્વરૂપે અહીં સ્થિર થયા, તે પછી આ ગંગા નદી ગૌતમી તરીકે ઓળખાય છે. એક વખત ભગવાન ઈન્દ્રએ અહલ્યાના રૂપથી મોહિત થઈ અહલ્યાને છેતરી તેની સાથે દેહસંબંધ બાંધ્યો. તેની સજારૂપે શંકરે ઈન્દ્રને જયોતિર્લિંગ ના સ્થાનમાંથી કાઢી મૂકયા. ત્યાં ખાડો રહ્યો. આ ત્રણ લિંગનું બનેલું જયોતિર્લિંગ ત્ર્યંબકેશ્વર કહેવાય છે. આ મંદિર ૧૫ ફૂટ ઊંચા કિલ્લા પર રચાયેલું છે. ઉત્તરમાં આવેલા સિંહદ્વારથી દાખલ થતાં અહીં વિશાળ પ્રાંગણ આવે છે. તેની વચ્ચે નેવું ફૂટ પહોળું ૧૧૫ ફૂટ લાંબું અને ૯૫ ફૂટ ઊંચું કોતરણીવાળું કાળમીંઢ પથ્થરોથી બનેલું છે. આ જયોતિર્લંિગ પરંપરાગત શિવલિંગ જેવું નથી. ગર્ભગૃહના વિશાળ થાળામાં અડધો ફૂટ પહોળો તથા દોઢેક ફૂટ ઊંડો ખાડો છે. જે મોટે ભાગે આ જયોતિર્લિંગ ના પેટાળમાં વહેતી ગૌતમી નદીના પાણીથી ભરાયેલો રહે છે.
જયાંથી આ જળનો સ્ત્રોત થાય છે તે મુખને હાથ વડે બંધ કરી દેવાતાં તેની અંદરના દીવાલ પર થોડા ઊંડે આવેલા ત્રણલિંગ અને ચોથો ખાડો સ્પષ્ટ જોઈ શકાય છે.
રાજ મહેન્દ્રીમાં જે ગોદાવરી નદી છે તેનું ઉત્પતી સ્થાન અહીં છે.



નકશામાં Trimbak, ત્રંબક જોવા માટે અહીં ક્લીક કરો

Date: 02/04/2014
Owner: JGPatel
Size: 3 items
ત્રંબક

ત્રંબક

ત્રંબક

Date: 04/25/2014
Owner: JGPatel
Views: 1384
Keywords: ત્રંબક
ત્રંબક

ત્રંબક

ત્રંબક

Date: 04/25/2014
Owner: JGPatel
Views: 1399
Keywords: ત્રંબક
ત્રંબક

ત્રંબક

કુશાવર્તકુંડ

Date: 04/25/2014
Owner: JGPatel
Views: 1463
Keywords: ત્રંબક
   
Page: 1
Powered by Gallery v2.3