શ્રીશૈલમ મંદિર- Srisailam
શ્રીશૈલમ મંદિર- Srisailam: - આ પવિત્ર સ્થળ ક્રિષ્ણા નદીના કિનારે આવેલું છે. અહિં ક્રિષ્ણા નદી પાતાલગંગા તરીકે ઓળખાય છે.લોકો અહીં સ્નાન કરી શ્રીશૈલમના દર્શન કરવા જાય છે.
જ્યારે ભગવાન શિવ અને પાર્વતીએ તેમના પુત્ર ગણેશ અને કાર્તિકેયના વિવાહ કરવાનું નક્કી કર્યું ત્યારે પ્રથમ વિવાહ કોના થશે તેના પર વિવાદ થયો. ભગવાન શિવ એ એવો નિવેડો લાવ્યો કે જે પૃથ્વીની પ્રદક્ષિણા કરીને પહેલો પાછો આવશે તેના વિવાહ પ્રથમ થશે. કાર્તિકેય પોતાના વાહન પર આરુઢ થઈ પ્રદક્ષિણા માટે નીકળી પડ્યાં. તેઓ પાછા આવે તે પહેલા શ્રી ગણેશે માતા પિતાની પ્રદક્ષિણા વિશ્વની પ્રદક્ષિણા સમાન છે તે શાસ્ત્રોક્તિ અનુસાર તેમની સાત વાર પ્રદક્ષિણા કરી લીધી. ભગવાન શિવ એ વિશ્વરૂપનની પુત્રીઓ રિદ્ધિ અને સિધ્ધિના વિવાહ શ્રી ગણેશ સાથે કરી આપ્યાં. કાર્તિકેય પાછા આવીને આ વાત ની જાણ થતાં ક્રોધે ભરાયા અને તેઓ તેઓ ક્રવુંજા નામના પર્વત પર કુમારબ્રહ્મચારીના નામે એકલા રહેવાં ચાલ્યાં ગયાં. પોતાના પિતાને મનાવવા માટે આવતાં જોઈને તેઓ અન્ય સ્થળે ચાલ્યાં ગયાં, પણ દેવસની વિનંતિથી તેઓ ત્યાં પાસે જ રોકાયા. જે સ્થળે શંકર અને પાર્વતી રોકાયા તે સ્થળ શ્રી શૈલમ તરીકે ઓળખાય છે. એમ કહેવાય છે કે દર અમાસે શંકર કાર્તિકેયની મુલાકાતે આવે છે અને દર પુનમે પાર્વતી તેમને મળવા આવે છે. આ મંદિરનું દ્વાર પૂર્વ દિશામાં છે. કેંદ્રીય મંડપમાં ઘણાં સ્તંભો છે અને તેમાં નાડિકેશ્વરની ખૂબ મોટી મૂર્તિ છે. મંદિરના ગર્ભગૃહમાં ભગવાન શિવનું પાષાણનું લિંગ છે.શિવનો ગણ નંદી એક અલગ મંડપમાં જોવા મળે છે. અહીં નટરાજ અને સહસ્ત્રલિંગનું નાનું મંદિર પણ આવેલું છે. અહીં સહસ્ત્રલિંગની પ્રતિમા આકર્ષણનું કેન્દ્ર છે. મુખ્ય લિંગ 25 મુખોમાં વિભાજિત છે અને આ 25 મુખમાં દરેક લિંગ અન્ય 40 લિંગો દર્શાવે છે. આ પ્રકારે કુલ 1000 લિંગો હોવાથી આ લિંગ સહસ્ત્ર એટલે કે હજારલિંગ કહેવાય છે. આ લિંગની ચારે બાજુ ત્રણ મુખવાળો નાગ પણ કોતરવામાં આવ્યો છે
એવું કહેવામાં આવે છે કે રાવણનો વધ કર્યા બાદ શ્રીરામ અને સીતા પણ મલ્લિકાર્જુન જ્યોતિર્લિંગના દર્શને આવ્યા હતા. દ્વાપર યુગમાં યુધિષ્ઠિર, અર્જુન, ભીમ, નકુલ અને સહદેવે તેમની પૂજા-અર્ચના કરી હતી. રાક્ષસોના રાજા હિરણ્યકશ્યપ પણ તેમની પૂજા કરતા હતા.
નકશામાં શ્રીશૈલમ-Srisailam જોવા માટે અહીં ક્લીક કરો
નકશામાં શ્રીશૈલમ-Srisailamના જોવા લાયક સ્થળો માટે અહીં ક્લીક કરો
|
Date: 02/04/2014
Owner: JGPatel
Size: 10 items
|