Pokhara
સેતી નદી ખીણ
સેતી ગંડકી નદી ખીણ- પોખરામાં આ બીજી કુદરતની કરામત છે. પોખરા શહેરમાં આ નદી જમીનની અંદર ( લગભગ સાત આઠ કીમી. અંડર ગ્રાઉંડ ) વહે છે. અમુક જગાએ આ નદી ફકત બે મીટર જેટલી જ પહોળી દેખાય છે પણ તેની ઉંડાઈ ૨૦ મીટર જેટલી છે. જુની મીશન હોસ્પિટલ પાસે મહેન્દ્રપુલ ઊપરથી આ નદીનું આકર્ષક દ્રશ્ય જોવા મળે છે. નિલકંઠવર્ણીએ આ નદીમાં સ્નાન કરેલ છે. વનવિચરણ દરમ્યાન નિલકંઠવર્ણી ને હિમાલયે માર્ગ બતાવીને કહ્યું હતું કે સામે પર્વતની ગુફામાંથી જળ આવે છે તેમાં પ્રવેશ કરો. કદાચ સેતી નદીની તે આ ખીણ પણ હોઈ શકે.
|
Date: 06/17/2010
Owner: JGPatel
|