Pulhashram પુલહાશ્રમ નેપાલ
ગંડકી નદી
કાલી ગંડકી નદી
કાલી ગંડકીનું ઊદ્ગમ સ્થાન તિબેટ સરહદ પાસે નેપાળના મુસ્તાંગ જિલાના ઊત્તર ભાગમાંથી હિમાલય વિસ્તારમાંથી છે. પછી આ નદી દક્ષિણ-પશ્ચિમ દિશામાં મુસ્તાંગ ખોલાના નામથી આગળ વહે છે. કાગબેનીમાં મુકતનાથથી આવતી કાકખોલા(ગંડકી) અને મુસ્તાંગ ખોલા મળે છે. અહીંથી તે કાલી ગંડકી નદી તરીકે ઓળખાય છે. આ પછી આ નદી ધવલગીરી પર્વત(ઉં-૮૧૬૭ મી.) અને અન્નપૂર્ણા પર્વત (ઉં-૮૦૯૧ મી.)એ બે પર્વતો વચ્ચે કાલી ગંડકીના કોતરો કહેવાય છે તેમાં થઈને વહે છે. આ ખીણો ૫૫૦૦ મી થી ૬૮૦૦ મી. ઉંડી છે જે દુનિયામાં ઉંડામાં ઉંડી કોતરો ગણાય છે. આ નદી હિમાલય કરતાં પહેલાની ગણાય છે. નેપાળની વધારેમાં વધારે હાઈડ્રોપાવર વીજળી આ નદીમાંથી પેદા થાય છે. આ નદી આગળ વધીને જોમસોમ, બેની વગેરે સ્થળોએથી પસાર થઈ દેવઘાટ પાસે ત્રિશુલી નદીને મળે છે. ચિતવનમાં દક્ષિણ-પશ્ચિમમાં વહે છે અને નારાયણી તરીકે ઓળખાય છે. પછી બિહારમાં હાજીપુર વિસ્તારમાં (પટણાથી ૧૦ કી.મી. દુર) સોનેપુર પાસે ગંગાનદીને મળે છે.આ વિસ્તારને હરિહરક્ષેત્ર કહેવાય છે. શ્રી ઘનશ્યામ મહારાજ અહીં આવેલા છે.
|
Date: 01/14/2010
Owner: JGPatel
|