ગામથી 5 કીમી. ઉત્તરદિશામાં વિશ્વામિત્રી નામની નદી છે. તેના ઉપર ગાય ઘાટ આવેલો છે. ત્યાં શ્રીહરિ પોતાના સખાઓ સાથે ઘણી જ વાર સ્ન્નાનક્રીડા કરતા. અને ગાયો ચારતા અને બાળ અવસ્થાને અનુરુપ ઘણી ચેષ્ટાઓ કરતા તેના સ્મરણ માટે આ ઘાટ ઉપર ઓટો કરેલો છે ને પથ્થરથી ઘાટ બાંધેલ છે.