Login
Gallary ધાર્મિક સ્થળોના ફોટા Bihar બિહાર બુધ્ધગયા - Bodhgaya
Advanced Search
View Slideshow

Bihar બિહાર

1. Gaya 2. બુધ્ધગયા - ...

Random Image

A48.jpg
 
 

A48.jpg

Date: 12/06/2009 Views: 559

બુધ્ધગયા - Bodhgaya

બુધ્ધગયા - Bodhgaya
પૂર્વ રેલવે પર ગયાજી મુખ્ય સ્ટેશન છે. કોલકાતાથી ગયા થઇને દિલ્હી સુધી સીધી ટ્રેન જાય છે. પટણાથી ગયાજી સુધી પણ એક ટ્રેન જાય છે. તે ઉપરાંત સડક માર્ગે પણ આસપાસનાં બધાં જ નગરોમાંથી અહીં આવી શકાય છે. યાત્રાળુઓને રહેવા માટે અહીં ઘણી ધર્મશાળા છે. યાત્રાળુ પંડ્યાના ઘરમાં પણ રહી શકે તેવી સગવડ છે.

ભારતનું મુખ્ય પિતૃ તીર્થ ગયાજી છે. પિતૃઓની એવી ઇચ્છા હોય છે કે પોતાના વંશમાંથી કોઇ પુત્ર ગયા જઇ ત્યાં તેમનું શ્રાદ્ધ કરે. લોકોમાં એવો ભ્રમ પેસી ગયો છે કે ગયાજીમાં પિંડદાન કર્યા પછી વાર્ષિક શ્રાદ્ધ ન કરવું, પરંતુ આ માત્ર ભ્રમણા છે. સાચી વાત એ છે કે ગયાજીમાં પિંડદાન કરવાથી જે તે પિતૃને અક્ષય તૃપ્તિ થાય છે. તેથી જો કોઇ ગયાજીમાં પિંડદાન કરી પિતૃતર્પણ કરે તો તે જો કોઈ વખત વાર્ષિક શ્રાદ્ધ ન કરી શકે તો તેને પાપ લાગતું નથી, પરંતુ જો વાર્ષિક શ્રાદ્ધ પણ દર વર્ષે કરવામાં આવે તો જે તે પિતૃ ખૂબ પ્રસન્ન થઇ તેના કુટુંબ પર અવિરત આશીર્વાદ વરસાવે છે, જેથી જે તે કુટુંબ ખૂબ સમૃદ્ધિવાન બને છે.

ગયાજી જવા વાળાઓ પહેલાં પોતાની પિતૃ ભૂમિમાં માથાના વાળ, દાઢી, મૂછ કઢાવી નાખવાં. ભગવાં વસ્ત્ર પહેરી પિતૃને આમંત્રિત કરવા. સુગંધિત દ્રવ્યોને પાણીમાં ઘોળીને અથવા દૂધની ધારા કરીને પૂરા ગામમાં તથા સ્મશાનની પરિક્રમા કરવી. ત્યાર પછી પોતાને ઘેર ન જતાં ગામથી ઓછામાં ઓછા ચાર માઇલ દૂર જવું. ત્યાં જઇને પિતૃ શ્રાદ્ધ કરવું. શ્રાદ્ધ કર્યા પછી બચેલા અન્નનું ભોજન કરવું. રાત્રિ વાસ પણ ત્યાં જ કરવો. તે પછી બીજા દિવસે વહેલી સવારે ઊઠીને સ્નાન કરી આગળ જવું. ગયાજીથી પાછા ફરીને વ્રત વગેરે કરીને ભગવાં વસ્ત્રો પહેરી બીજાં કપડાં પહેરવાં.

ગય નામનો એક અસુર ખૂબ તપ કરતો હતો. તેણે ઘણાં વર્ષ નિષ્કામ ભાવે તપ કર્યું. તેથી નારાયણ ભગવાને તેના પર પ્રસન્ન થઇ વરદાન આપ્યું કે તેનો દેહ બધાં જ તીર્થ કરતાં પણ ખૂબ પવિત્ર થઇ જાય. આ વરદાન મેળવ્યા પછી પણ ગયાસુર તો ઉગ્ર તપ કરતો જ રહ્યો. તેના ઉગ્ર તપથી દેવતાઓ ત્રાસી ગયા. અંતમાં ભગવાન વિષ્ણુના આદેશથી બ્રહ્માજી ગય પાસે ગયા અને યજ્ઞ કરવા માટે તેનો દેહ માગ્યો. ગય પૃથ્વી ઉપર સૂઇ ગયો. બ્રહ્માજીએ તથા બીજા દેવોએ તેના પર યજ્ઞ કર્યો. યજ્ઞ પૂરો થતાં અસુર ઊઠવા ગયો, પરંતુ ભગવાન વિષ્ણુએ તેના પર પોતાનો પગ રાખી તેને શિલા બનાવી દીધો. ગય નામના અસુરનો દેહ ૧૦ કિમીનો છે. આ આખા વિસ્તારને ખૂબ પવિત્ર માનવામાં આવે છે. આની ઉપર ગમે ત્યાં પિંડદાન કે પિતૃતર્પણ કરવાથી પિતૃઓ ખૂબ પ્રસન્ન થાય છે. તેમને પરમ તૃપ્તિ પ્રદાન થાય છે. તે ગમે તે યોનિમાં હોય તો પણ તેને મુક્તિ મળે છે.

વિષ્ણુપદઃ આ જ ગયાજીનું મંદિર છે. ફલ્ગુ નદીના તટ ઉપર આવેલું આ વિશાળ મંદિર છે. મંદિરમાં અષ્ટકોણ વેદી ઉપર ભગવાન વિષ્ણુનાં ચરણ ચિહ્‌ન છે. મંદિરની બહાર સભામંડપ છે. લોકોને શ્રાદ્ધ કરવા બીજા ઘણા મંડપ છે. તે નજીક ગરુડજીની પ્રતિમા પણ છે. આ મંદિરની દક્ષિણ દિશામાં ભગવાન જગન્નાથજીનું મંદિર છે. ત્યાં એક ધર્મશાળા છે. બીજા એક મંદિરમાં ભગવાન લક્ષ્મીનારાયણની મૂર્તિ છે. ફલ્ગુ નદીથી થોડે દૂર પૂર્વોત્તર દિશામાં ફલ્ગુ નદીના તટ ઉપર ગદાધર ભગવાનનું મંદિર છે. તેમાં ગદાધર ભગવાન ચતુર્ભુજ સ્વરૂપે વિદ્યમાન છે.•

– શાસ્ત્રી હિમાંશુ વ્યાસ



નકશામાં બુધ્ધગયા-Bodhgaya જોવા માટે અહીં ક્લીક કરો

Date: 02/04/2014
Owner: JGPatel
Size: 6 items
Bodhgaya

Bodhgaya

બોધગયા- 80 ફુટ ઉંચી મૂર્તિ

Date: 05/27/2014
Owner: JGPatel
Views: 978
Keywords: Bodhgaya
Bodhgaya

Bodhgaya

બોધીવૃક્ષ

Date: 05/27/2014
Owner: JGPatel
Views: 877
Keywords: Bodhgaya
Bodhgaya

Bodhgaya

એક મંદિર

Date: 05/27/2014
Owner: JGPatel
Views: 931
Keywords: Bodhgaya
Bodhgaya

Bodhgaya

બુધ્ધમંદિર્

Date: 05/27/2014
Owner: JGPatel
Views: 962
Keywords: Bodhgaya
Bodhgaya

Bodhgaya

બુધ્ધમંદિર્

Date: 05/27/2014
Owner: JGPatel
Views: 978
Keywords: Bodhgaya
Bodhgaya

Bodhgaya

બુધ્ધમંદિર્

Date: 05/27/2014
Owner: JGPatel
Views: 897
Keywords: Bodhgaya
       
Page: 1
Powered by Gallery v2.3