Sundarraj
Thirumaliruncholai, સુંદરરાજ
વનવિચરણ દરમ્યાન નિલકંઠવર્ણી અહીં રોકાયા હતા.
મદુરાઇ થી 72 નંબર હાઇવે ઉપર જતાં 25 કીમી. અને Alagar Kovil Rd ઉપર જતાં 22કીમી. ઉત્તર પૂર્વ દિશામાં છે.
આ તીર્થ ખુબ જ પ્રાચીન છે. આ સ્થાનનો ઉલ્લેખ વારાહપુરાણ, વામનપુરાણ, બ્રહ્માંડપુરાણ અને અગ્નિપુરાણમાં મળે છે. ધર્મરાજે અહીં વૃષનું સ્વરુપ લઇ શ્રી વિષ્ણુની સ્થાપના કરી ઉપાસના કરી હતી. આ મંદિરમાં શ્રી સુંદરરાજ(નારાયણ), શ્રીદેવી તથા ભૂદેવી સાથે વિરાજમાન છે. અહીં ભગવાનના નૂપુરના અવાજથી ગંગાજી પ્રગટ થયા હતા તેથી તેને નૂપુર ગંગા કહે છે. મહાભારતના ઉલ્લેખ પ્રમાણે યુધિષ્ઠર અને અર્જુને આ સ્થળની મુલાકાત લીધેલી છે. આ મંદિરમાં 2000 વર્ષ પહેલાનું સુદર્શનચક્ર છે તેનાં દર્શન કરવાનું ચૂકતા નહીં.
ભગવાન શ્રી સ્વામિનારાયણ નિલકંઠવર્ણી સ્વરુપે અહીં પધારેલ છે.
|
Date: 05/30/2013
Owner: JGPatel
|